ત્રણ રાજ્યોની હાર અને તેલંગાણામાં જીત મુદ્દે પ્રિયંકા ગાંધીનું નિવેદન, જાણો શું કહ્યું?
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે. ત્રણ રાજ્યોમાં હાર પર તેમણે જનતાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જનતાનો નિર્ણય સર મારા પર છ. તેમણે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની જીત માટે ત્યાંના કાર્યકરો અને ત્યાંના લોકોનો દિલથી આભાર માન્યો.

પ્રિયંકા ગાંધીએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું કે, તેલંગાણાના લોકોએ ઈતિહાસ રચ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં જનાદેશ આપ્યો છે. આ તેલંગાણાની જનતાની જીત છે. આ રાજ્યની જનતા અને કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાની જીત છે. તેલંગાણાના લોકોનો હૃદયથી આભાર. કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે.
તેમણે આગળ કહ્યું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકોએ કોંગ્રેસ પાર્ટીને વિપક્ષની ભૂમિકા સોંપી છે. જનતાનો નિર્ણય માથા પર છે. જય હિન્દ! આ પહેલા રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોની હાર પર કહ્યું હતું કે, અમે જનતાનો જનાદેશ સ્વીકારીએ છીએ.
રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓનો તેમની મહેનત અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માન્યો.












Click it and Unblock the Notifications
