ફાંસીની સજા પામેલા કેદીએ મેળવ્યો ધોરણ 10માં ફર્સ્ટ ક્લાસ
ઉત્તર પ્રદેશના એક કેદી, જેને શાહજહાંપુરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે, તેણે યુપી બોર્ડની ધોરણ 10ની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી છે.
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના એક કેદી, જેને શાહજહાંપુરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે, તેણે યુપી બોર્ડની ધોરણ 10ની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા જેલ શાહજહાંપુરના જેલ અધિક્ષક બી. ડી. પાંડેએ જણાવ્યું હતું કે, જિલ્લા અદાલતે પાંચ વર્ષની માસૂમની હત્યાના કેસમાં મનોજ નામના વ્યક્તિને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
સજા સંભળાવ્યા પછી, મનોજે જેલમાંથી જ ધોરણ 10ની પરીક્ષા માટે અભ્યાસ ચાલુ રાખ્યો અને શનિવારના રોજ જાહેર થયેલા ઉત્તર પ્રદેશ બોર્ડના પરિણામો અનુસાર, મનોજે પ્રથમ વિભાગ સાથે 10મું ધોરણ પાસ કર્યું છે.

ધોરણ 10ની પરીક્ષામાં 64 ટકા માર્ક્સ મેળવ્યા
ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ શનિવારના રોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જાહેરથયેલા પરિણામો અનુસાર, કેદી મનોજ યાદવે 64 ટકા માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ સાથે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે.

મનોજે જેલમાંથી જ ધોરણ 10નું ફોર્મ ભર્યું હતું
જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, કેદી મનોજ યાદવ કોતવાલી કલાન વિસ્તારનો રહેવાસી છે. તેણે 28 જાન્યુઆરી, 2015ના રોજ પાંચ વર્ષનાનિર્દોષ અનમોલની ગોળી મારીને હત્યા કરી હતી, જેના માટે તેને શાહજહાંપુર કોર્ટે 24 નવેમ્બર, 2021ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી.
તેણે વધુમાં જણાવ્યું કે, સજા સંભળાવતા પહેલા પણ મનોજે જેલમાં જ ધોરણ 10નું ફોર્મ ભર્યું હતું, પરંતુ ફાંસીની સજા સંભળાવ્યા બાદ તેણેવાંચન-લેખન સંપૂર્ણપણે છોડી દીધું હતું.

મનોજે ધોરણ 10ની પરીક્ષા આપી
જેલ અધિક્ષક બી.ડી. પાંડેએ કહ્યું કે, જેલના ઘણા અધિકારીઓએ તેને ખંતથી અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા, ત્યારબાદ તેણે ફરીથીઅભ્યાસ શરૂ કર્યો હતો.
મનોજે ધોરણ 10 ના દરેક વિષયની પરીક્ષા આપી, જેના પરિણામ સ્વરૂપે મનોજે 64 ટકા માર્ક્સ મેળવીને પ્રથમવિભાગમાં પરીક્ષા પાસ કરી હતી.
પાંડેએ જણાવ્યું કે, મનોજને તેમના દ્વારા અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવ્યા હતા. આ સાથે તેસમયાંતરે તેની મુલાકાત પણ લેતો હતો અને અભ્યાસને લગતી માહિતી પણ મેળવતો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
