ફોઇ, ભત્રીજો અને ભત્રીજાનો મિત્ર પ્રદેશનું ભલું નહીં કરી શકે - પીએમ
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો રોડ શો, લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર માળા અર્પણ કર્યા બાદ તેમણે જનસભા સંબોધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વારાણસી માં પોતાનો રોડ શો શરૂ કર્યા બાદ લાલ બહાદુર શાસ્ત્રી ની મૂર્તિ પર માળા અર્પણ કરી હતી. ત્યાર બાદ તેઓ પગપાળા લાલ બહાદુર શાસ્ત્રીના પૂર્વજોના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારજનોએ શાલ આપી તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીના ઘરમાં બનેલા સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.
ઘરની અંદર બનેલા આ સંગ્રહાલયમાં શાસ્ત્રીજીની જીવન યાત્રા છબીઓના માધ્યમથી દર્શાવવામાં આવી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારજનોએ તેમની આ યાત્રા પીએમ મોદીને વિસ્તારપૂર્વક સમજાવી. ત્યાર બાદ વડાપ્રધાને અહીં શાસ્ત્રીજીના પરિવારજનો સાથે થોડો સમય પસાર કર્યો હતો. ત્યાર બાદ પીએમ મોદી રોહનિયા પહોંચ્યા, જ્યાં તેમણે જનસભા સંબોધી હતી.
|
વિજયની હોળીનો ઉત્સવ
"નવી સરકારની પહેલી મિટિંગમાં જ ખેડૂતોનો ઉધાર માફ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ચૂંટણીના પરિણામો 11 માર્ચના રોજ આવશે, પરંતુ એ પહેલાં જ બે દિવસ આગળ સમગ્ર દેશ વિજયની હોળીનો ઉત્સવ ઉજવશે."

યુપીને સપા, બસપા, કોંગ્રેસમુક્ત કરીશું
"આ લોકોએ આપણી પેઢીઓનો વિનાશ નોતર્યો છે, હવે આવનારા સમયમાં તેઓ વધુ નુકસાન નહીં કરી શકે. હવે તક આવી છે યુપીને સપા, બસપા અને કોંગ્રેસમાંથી મુક્ત કરી તેને વધુ વિકસિત પ્રદેશ બનાવવામાં આવે. બહેન તમારું ભલું કોણ કરશે, ફોઇ તમારું ભલુ કરશે, ભત્રીજો તમારું ભલુ કરશે કે ભત્રીજાનો મિત્ર તમારું ભલુ કરશે?"

પોલીસ મથકને બનાવ્યું સમાજવાદી કાર્યાલય
"આ લોકોએ પોલીસ મથકને સમાજવાદી કાર્યાલય બનાવી દીધું છે. પોલીસ કર્મચારી પ્રમાણિક હોય તો તેની બદલી કરવામાં આવે છે. પરંતુ અમે પોલીસ મથકને સાચા અર્થમાં પોલીસ મથક બનાવવા માંગીએ છીએ. અત્યારે તો અહીંના પોલીસ મથકો, પોલીસ મથકો છે જ નહીં. લોકો પોલીસ મથક જતા બચે છે. અહીં શિક્ષા માફિયા, ખનિજના માફિયા વસે છે. સુરજ ઢળ્યા બાદ યુવતીઓ ઘરની બહાર નીકળતા ડરે છે."

ભેદભાવ કરી ખોટા લોકોને રોજગાર આપવામાં આવે છે
"અમે ઇન્ટરવ્યૂ નામની બીમારીને જ જડમૂળમાંથી ખસેડવાનો નિર્ણય લીધો, વર્ગ ત્રણ અને ચારમાંથી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ખસેડવાનો નિર્ણય લીધો છે. ઇન્ટરવ્યૂની છેતરપિંડીમાં પકડાઇ ગયા તો ગુપચુપ નામનો ઇન્ટરવ્યૂ કરી, પછી જે-તે ઉમેદવારને તેમાં ફેલ કરવામાં આવે છે. ઇન્ટરવ્યૂના નામે યુવાનોને લૂંટવામાં આવે છે. યુપીમાં જે લાયક છે, પ્રમાણિક છે, તેમને નોકરી નથી મળતી. અહીં ભેદભાવ કરવામાં આવે છે, ખોટા લોકોને રોજગાર આપવામાં આવે છે."

પરીક્ષાના પરિણામોમાં પણ છેતરપિંડી
"એક વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી, જેમાં તે ફેલ થઇ. વિદ્યાર્થીનીએ આરટીઆઇ માટે અરજી કરી, તેનું પેપર ચકાસતાં ખબર પડી કે તેને ખોટા આશય સાથે ફેલ કરવામાં આવી હતી. પછીથી તેને પાસ કરવામાં આવી."

યુપીમાં 55 લાખ ગેસ સિલિન્ડર વહેંચવામાં આવ્યા
"મેં ગરીબી જોઇ છે, ગરીબ ઘરમાં જ મારો જન્મ થયો છે. આથી જ ત્રણ વર્ષમાં 5 કરોડ ગેસ સ્ટવ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ 55 લાખ ગેસ સિલિન્ડર ગરીબ પરિવારો સુધી પહોંચડાવામાં આવ્યા છે. પોતાના પંપ બદલવા માંગતા ખેડૂતોના પંપ ભારત સરકાર મફતમાં બદલી આપશે. વર્ષ 2022 સુધીમાં દેશના દરેક ગરીબ પાસે પોતાનું ઘર હશે, આ સપનાને લઇને જ અમે આગળ વધી રહ્યાં છીએ."

વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી છે
"અમે હજારો કરોડ રૂપિયાના જોરે 'કિસાન સિંચાઇ યોજના'ની શરૂઆત કરી છે. સર્ટિફાઇડ બીજ આપવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને પોતાનો પાક બગડી જતાં રડવાનો વારો નહીં આવે. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા પણ ખેડૂતોને મદદ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. અમે માટીની ચકાસણી કરવાની શરૂઆત કરી છે. પહેલા ખેડૂતો બીજા ખેડૂતોની દેખાદેખીમાં માટીમાં દવા ભેળવતા હતા. મારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી છે."

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
