PM મોદીએ ભારત છોડો આંદોલનમાં શામેલ આઝાદીના લડવૈયાઓને આપી શ્રદ્ધાંજલિ, મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ભારત છોડો આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અંગ્રેજો સામેની લડાઈને મજબૂત બનાવનારા તમામ મહાન વ્યક્તિઓને મારી શ્રદ્ધાંજલિ. મહાત્મા ગાંધીની પ્રેરણાથી ભારત છોડો આંદોલનની ભાવના સમગ્ર દેશમાં ફરી વળી હતી. તેમને દેશના યુવાનોમાં ઉત્સાહ ભર્યો હતો.
ભારત છોડો આંદોલનની શરૂઆત 8 ઓગસ્ટ, 1942ના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થઈ હતી. આ ચળવળ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. સંબંધિત સમયે ભારત બ્રિટિશ શાસનથી આઝાદીની માંગ કરી રહ્યું હતું.

ભારતમાં ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું
ક્રિપ્સ મિશન બ્રિટિશ શાસન માટે ભારતીયોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારે ગાંધીજીએ કરો યા મરોનું સૂત્ર આપીને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. 8 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજીએ ગોનાલિયા ટૈંક મેદાનમાં ભાષણ આપતી વખતે ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી.
તે સમયે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, પરંતુ તેમ હોવા છતાં બ્રિટિશ સરકારે ભારતીય આઝાદીના લડવૈયાઓ સામે કાર્યવાહી કરી અને કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ગાંધીજીને પણ તેમના ભાષણના થોડા કલાકો બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના માટે ટ્રાયલ પણ કરવામાં આવી ન હતી.
ભારત છોડો આંદોલન દરમિયાન મોટા ભાગના મોટા નેતાઓ જેલમાં બંધ હતા અને તેમનો દેશની મોટી વસ્તી સાથે તેમનો સીધો સંપર્ક ન હતો. હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ, IAS, ભારતીય શાહી પોલીસ, બ્રિટિશ ભારતીય સેનાએ આ આંદોલનમાં અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ આંદોલન દરમિયાન ઘણા ભારતીય ઉદ્યોગપતિઓએ પણ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે પણ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પર ભારતીયોની કેટલીક માંગણીઓ પૂરી કરવા દબાણ કર્યું હતું, પરંતુ બ્રિટિશરોએ ભારતીયોને તાત્કાલિક સ્વતંત્રતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સાથે જણાવ્યું હતું કે, બ્રિટિશ સરકાર ભારતને વિશ્વ યુદ્ધના અંત પછી જ આઝાદી આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
