પહેલીવાર રામલીલામાં સામેલ થશે દેશના રાષ્ટ્રપતિ, રાવણ દહન કરશે
પહેલીવાર રામલીલામાં સામેલ થશે દેશના રાષ્ટ્રપતિ, રાવણ દહન કરશે
નવી દિલ્હીઃ દેશભરમાં રામલીલાનું આયોજન ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ ધામધૂમથી દુર્ગાપૂજા મનાવવામાં આવી રહી છે. આજે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દિલ્હીના પ્રતાપગંજ વિસ્તારમાં રાવણના પુતળાનું દહન કરવા જશે. દિલ્હીના આઈપી એક્સટેંશનમાં થઈ રહેલ રામલીલા આ વખતે લોકો માટે ખાસ રહેશે. કેમ કે ચીફ ગેસ્ટ તરીકે પહેલીવાર રાષ્ટ્રપતિ સામેલ થવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પહેલીવાર રામલીલાના કાર્યક્રમમાં સામેલ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાવણનું દહન કરશે. રાષ્ટ્રપતિ આવવાના હોવાની સૂચના મળતાં જ અહીંની સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવામાં આવી છે. આઈપી એક્સટેંશનમાં થઈ રહેલ ઈન્દ્રપ્રસ્થ રામલીલા કમિટીના અધ્યક્ષ સુરેશ બિંદલે ચીફ ગેસ્ટ માટે પત્ર લખી અહીં આવવા ભલામણ કરી હતી. જે બાદ તેમને રાષ્ટ્રપતિ કાર્યલયથી મંજૂરી પત્ર મળ્યો છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા મોકલવામાં આવેલ પત્રમાં લખવામાં આવ્યું છે કે અહીં આવવા માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જ્યારે તેમના આવવાનો સમય પણ જણાવવામાં આવ્યો છે. જેથી તે સમયે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે. રામનાથ કોવિંદ અહીં અડધો કલાક માટે આવશે. તેઓ અહીં સાડા છ વાગ્યે આવશે અને રામલીલામાં ભાગ લીધા બાદ 7 વાગ્યે અહીંથી પ્રસ્થાન કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
