કૃષિ કુંભને ગ્લોબલ બનાવવા ઉત્તર પ્રદેશ સરકારની તૈયારી, જાણો શુ છે આયોજન?
ઉત્તર પ્રદેશ સરકારે આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહેલા કૃષિ કુંભને વૈશ્વિક બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે. 2018થી શરૂઆત કર્યા બાદ હવે તેને વૈશ્વિક બનાવવા સરકાર આગળ વધી રહી છે.
હાલમાં જ એક હાઈ લેવલ બેઠકમાં કૃષિ કુંભ 2.0 ની તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, રાજ્યના દરેક જિલ્લા અને દેશના દરેક રાજ્યએ કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓનું પ્રદર્શન કરીને આ ઇવેન્ટમાં ભાગ લેવો જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યુ કે, કૃષિ કુંભ આપણા ખેડૂતોને તકનીકી દૃષ્ટિકોણથી વધુ સમૃદ્ધ બનવા સક્ષમ બનાવશે. આ ઇવેન્ટ વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રમાં બિયારણથી લઈને બજાર સુધી અપનાવવામાં આવી રહેલી ટેક્નોલોજી અને નવીનીકરણ વિશે માહિતી પ્રદાન કરશે.
તેમણે કહ્યું કે, બે લાખ કરતાં વધુ ખેડૂતો, 10 ભાગીદાર દેશો અને 500 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાઓ કૃષિ કુંભ 2.0માં ભાગ લે તેવી અપેક્ષા છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીઓ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોની સંસ્થાઓ, તમામ કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને પ્રગતિશીલ ખેડૂતોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવા જોઈએ.
પરિષદના વૈશ્વિક સ્વરૂપની ચર્ચા કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, જાપાન, ઈઝરાયેલ, ક્રોએશિયા, પોલેન્ડ, પેરુ, જર્મની, અમેરિકા, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ખેતીને લગતા ઘણા નવતર કામો થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તર્જ પર સંબંધિત દેશોમાં ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ કમિશનનો સંપર્ક કરવા અને આ દેશોને કૃષિ કુંભમાં ભાગીદાર બનાવવાના પ્રયાસો કરવા જોઈએ.
જણાવી દઈએ કે, કોન્ફરન્સનો મુખ્ય કાર્યક્રમ લખનૌની ભારતીય શેરડી સંશોધન સંસ્થામાં યોજાશે અને નવી દિલ્હીમાં એક કર્ટેન રેઝરનું પણ આયોજન કરવામાં આવશે.
કૃષિ કુંભના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગાય આધારિત કુદરતી ખેતી, આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવાની સજ્જતા, અનાજને પ્રોત્સાહન, એફપીઓ આધારિત વ્યવસાય અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરવાની ચર્ચા કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
