વૃંદાવનમાં રાત્રી પદયાત્રા પ્રેમાનંદ મહારાજે કેમ બંધ કરી? મહિલાઓનો વિરોધ છે સાચુ કારણ?
વૃંદાવનના મહારાજ પ્રેમાનંદ મહારાજજી પોતાના જ્ઞાનથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન પણ જાય છે. પ્રેમાનંદ મહારાજ તેમના આશ્રમમાં બેસીને લોકોના પ્રશ્નોના જવાબ આપે છે અને રાત્રે 2 વાગ્યે પદયાત્રાનું નેતૃત્વ પણ કરે છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે.
લોકો પણ પ્રેમાનંદ મહારાજના આગમનનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરે છે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રાને વધુ આનંદદાયક બનાવવા માટે કેટલાક લોકો રંગોળી બનાવે છે, કેટલાક ઢોલ વગાડે છે.
જો કે, છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક રહેવાસીઓ પ્રેમાનંદ મહારાજની રાત્રિ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે રાત્રે 2 વાગ્યે પ્રેમાનંદ મહારાજની પદયાત્રાને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરે છે અને રાત્રે ફટાકડા ફોડવામાં આવે છે. જે યોગ્ય નથી.
પદયાત્રા નિશ્ચિત સમય માટે મુલતવી રખાઈ
પ્રેમાનંદ મહારાજને આ વિરોધના સમાચાર મળતાં જ તેમણે તેમની રાત્રિ દર્શન પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે અને તેમને આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભક્તગણોને જાણકાર પણ આપી છે.

નાદુરસ્ત તબિયતને કારણે લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ રાત્રે 2 વાગ્યે શ્રી કૃષ્ણ શરણમ આશ્રમથી રામનરેતી સ્થિત શ્રી રાધા કેલી કુંજ સુધી પરિક્રમા કરતા હતા, જે આજથી બંધ કરી દેવામાં આવી છે. જોકે આ નિર્ણય વિરોધ બાદ જ લેવામાં આવ્યો છે, પરંતુ તેની પાછળનું કારણ પ્રેમાનંદ મહારાજનું નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવાનું કહેવાય છે.
મહારાજની ઝલક મેળવવા ભક્તો પહોંચતા હતા
તમને જણાવી દઈએ કે પહેલા લોકો પ્રેમાનંદ મહારાજના રાત્રિ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હતા જેથી તેઓ પ્રેમાનંદ મહારાજની એક ઝલક મેળવી શકે, પરંતુ હવેથી ભક્તિ પ્રેમાનંદ મહારાજના રાત્રિ દર્શન કરી શકશે નહીં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
