રામ મંદિર બનાવવાની માંગ લઈને પ્રવીણ તોગડીયા રેલી કાઢશે
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ લઈને રેલીનું એલાન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ લઈને રેલીનું એલાન કર્યું છે. પ્રવીણ તોગડીયા 21 ઓક્ટોબરે લખનવથી અયોધ્યા સુધીની રેલી કાઢશે. પ્રવીણ તોગડીયા ઘ્વારા સોમવારે બિજનૌરમાં તેના વિશે એલાન કરવામાં આવ્યું હતું. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર રામ મંદિર મુદ્દે ગંભીર નથી દેખાઈ રહી એટલા માટે સરકારને જગાડવા માટે તેઓ 21 ઓક્ટોબરે લખનવ થી અયોધ્યા સુધીની રેલી કાઢશે.

મંદિર નહીં બન્યું તો સરકાર બદલીશુ
પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રેલી અને તેમના બધા જ પ્રત્યનો પછી પણ જો સરકાર પર કોઈ અસર નહીં થયો તો પછી સરકાર બદલવી પડશે. પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે, તો વર્ષ 2019 દરમિયાન હિન્દૂ સરકાર બનાવીશુ.

પીએમ મોદી મુસલમાનોના વકીલ બની ગયા
પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંદુત્વના નામ પર અને હિન્દૂ વોટોના દમ પર નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા. પરંતુ ભારતને હિન્દૂ દેશ બનાવવા અને કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા કરવાને બદલે તેઓ મુસલમાનોના વકીલ બની ગયા. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રિપલ તલાક મુસલમાનનો અંગત મામલો છે. તેવામાં હિન્દૂ સરકારના નેતા તરીકે તેમને આવી ચિંતા નહીં કરવી જોઈએ.

આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા
પ્રવીણ તોગડીયાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા. તેમને સખત શબ્દોમાં જણાવ્યું કે દેશના મોટાભાગના રાજ્યોમાં બીજેપી સરકાર છે તેમ છતાં બીજેપી અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં અસમર્થ છે. જેથી સમજી શકાય છે કે મોટાભાગના નેતાઓના મગજમાં શુ ચાલી રહ્યું છે.

ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે
પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે અને આવું કર્યું છે તેઓ ઉદેશ ભૂલી ગયા છે જેમના માટે તેમને સરકારમાં મોકલવામાં આવ્યા હતા પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો 2014 ઈલેક્શન દરમિયાન હિન્દૂ અધિકારો વિશે વાત કરતા હતા તેમને વર્ષ 2019 દરમિયાન તેમની નિષ્ક્રીયતાનુ પરિણામ ભોગવવું પડશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
