પ્રવાસી સંમેલનમાં PM: અમારી નજર કોઇની જમીન પર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રવાસી ભારતીય કેન્દ્રમાં PIO સંસદીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું, આ સંમેલનમાં 23 દેશોના 124 સાંસદ અને 17 મેયરે ભાગ લીધો હતો. આ અંગે વધુ વાંચો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રવાસી ભારતીય કેન્દ્રમાં PIO સંસદીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું, આ સંમેલનમાં 23 દેશોના 124 સાંસદ અને 17 મેયરે ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમનું સંબોધન પણ કર્યું હતું. એ પહેલાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ લોકોનું સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2003થી પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. અટલજીની સરકારે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. 9 જાન્યુ.ના રોજ મહાત્મા ગાંધી આફ્રિકાથી પરત ફર્યા હતા, માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોનું સંબોધન કરતાં કહ્યું કે, વેલકમ ટુ ઇન્ડિયા, વેલકમ ટુ હોમ. 21મી સદી ભારતની છે અને અમારી નજર કોઇ બીજાની જમીન પર નથી.

આ કાર્યક્રમાં પીએમ મોદીએ આગળ શું કહ્યું? તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...
- ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયોનું પણ ઘણું મહત્વ છે, તમે રોકાણ દ્વારા પણ દેશની સેવા કરી શકો છો.
- 2019માં થનાર કુંભના મેળા માટે યુપી સરકાર વ્યાપક તૈયારીઓ કરી રહી છે. આવતા વર્ષે જ્યારે આપ સૌ ભારત આવો ત્યારે કુંભના મેળાના દર્શન પણ કરજો. આપણું વિકાસનું મોડલ ગિવ એન્ડ ટેક પર આધારિત નથી, પરંતુ અન્ય દેશોના અવસ્થા પર આધારિત છે.
- ભારત અને આસિયાન દેશોના સંબંધોની ઝાંખી ગણતંત્ર દિને આખું વિશ્વ મેળવશે.
- ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છે. અહિંસા અને સત્યાગ્રહથી કોઇ પણ મુદ્દો ઉકેલી શકાય છે.
- ટૂરિઝમ વધારવામાં પણ પ્રવાસી ભારતીયો મદદ કરી શકે છે. આજે વિદેશમાં વસતો દરેક ભારતીય પોતાને પ્રગતિનો સહાયક માને છે.
- આજે જો વિશ્વમાં એફડીઆઈ માટે સર્વાધિક આકર્ષક વ્યવસ્થા ભારતમાં છે, એમાં પ્રવાસી ભારતીયોનું મોટું યોગદાન છે. ભારતના વિકાસ માટેના પ્રયત્નોમાં અમે પ્રવાસી ભારતીયોને અમારા પાર્ટનર માનીએ છીએ.
- હું જ્યારે પણ કોઇ દેશની મુલાકાત લઉં, ત્યારે ત્યાં રહેતા ભારતીયોને મળવા ઇચ્છું છું. મારું માનવું છે કે વિશ્વ સાથે ભારતના સંબંધો માટે ભારતીય મૂળના લોકોજ સ્થાઇ રાજદૂત છે.
- પહેલા અને બીજા વિશ્વ યુદ્ધમાં 1.5 લાખથી વધુ ભારતીય સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, એ સમયે યુદ્ધ સાથે ભારતને કોઇ લેવા-દેવા નહોતી. આથી ભારતના બલિદાનને માનવું પડે.
- ભારતીયો જ્યાં પણ ગયા, તે સ્થળને પોતાનું બનાવ્યું.
- ભારતીય મૂળની એક મિની વર્લ્ડ પાર્લામેન્ટ અહીં હાજર છે
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
