પ્રશાંત ભૂષણે જે જવાબ આપ્યો તે વધુ અપમાનજનક છેઃ સુપ્રીમ કોર્ટ
પ્રશાંત ભૂષણે જે જવાબ આપ્યો તે વધુ અપમાનજનક છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ પ્રશાંત ભૂષણના કોર્ટના અવગણના મામલે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ભૂષણને ચેતવણી આપી છોડી દેવા જોઈએ, તેમને સજા આપવામાં ના આવે. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રશાંત ભૂષણે પોતાની ટિપ્પણીના જવાબમાં જે નિવેદન આપ્યું છે તે વધુ અપમાનજનક છે. જણાવી દઈએ કે પાછલી સુનાવણીમાં પ્રશાંત ભૂષણે 2009માં આપેલા પોતાના નિવેદન પર દુખ વ્યક્ત કર્યું હતું પરંતુ શરત વિના માફી નહોતી માંગી. તેમણે કહ્યું હતું કે ત્યારે મારા કહેવાનો મતલબ ભ્રષ્ટાચાર નહોતો બલકે યોગ્ય રીતે કર્તવ્ય ના નિભાવવાની વાત હતી. જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2009માં એક ઈન્ટર્વ્યૂમાં વકીલ ભૂષણે સુપ્રીમ કોર્ટના 8 પૂર્વ ચીફ જસ્ટિસને ભ્રષ્ટ કહ્યા હતા.

સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે ન્યાયપાલિકામાં કરપ્શનને લઈ કેટલાય પૂર્વ જજ બોલી ચૂક્યા છે. આ હિસાબે ભૂષણને એક ચેતવણી આપી છોડી દેવા જોઈએ. આવું નિવેદન માત્ર કોર્ટને જણાવવા માટે આપવામાં આવે છે તમે અસ્પ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને તમારામાં પણ સુધારાની જરૂરત છે. તેમને માત્ર આવાં નિવેદન બીજીવાર ના આપવાની ચેતવણી આપી છોડી દેવા જોઈએ.
જણાવી દઈએ કે 2009 અદાલતના તિરસ્કાર મામલામાં ચાલી રહેલ સુનાવણી હાલ ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટની નવી બેંક આ મામલાની સુનાવણી કરશે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે આને ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા પાસે મોકલી આપ્યું છે. હવે સીજેઆઈ દ્વારા નવી બેંચ રચવામાં આવશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ રિટાયર થઈ રહ્યા છે હવે સુનાવણી કરતી યોગ્ય બેંક આ નક્કી કરશે કે આ મામલાને મોટી બેંચ પાસે મોકલવો જોઈએ કે નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
