યોગીજી, રોમિયો નહીં, કૃષ્ણ કરતા મહિલાઓની છેડતીઃ પ્રશાંત ભૂષણ
પ્રશાંત ભૂષણે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એન્ટિ રોમિયો સ્ક્વોડની આલોચના કરતાં ખૂબ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.
ફરી એકવાર દેશના જાણીતા વકીલ અને ભૂતપૂર્વ 'આપ' નેતા પ્રશાંત ભૂષણ પોતાના વિવાદિત નિવેદનને લીધે ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાના પર છે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ એન્ટિ રોમિયો સ્ક્વોડ. પ્રશાંત ભૂષણે તેમની આલોચના કરતું એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે.

પ્રશાંત ભૂષણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, રોમિયોએ પોતાના જીવનમાં માત્ર એક જ છોકરીને પ્રેમ કર્યો હતો, જ્યારે કૃષ્ણ તો અનેક મહિલાઓની છેડતી કરવા માટે પ્રખ્યાત હતા. શું મુખ્યમંત્રી આદિત્યનાથમાં હિંમત છે કે, તેઓ પોતાના આ દળનું નામ એન્ટિ કૃષ્ણ સ્ક્વોડ રાખે?
Romeo loved just one lady,while Krishna was a legendary Eve teaser.Would Adityanath have the guts to call his vigilantes AntiKrishna squads? https://t.co/IYslpP0ECv
— Prashant Bhushan (@pbhushan1) April 2, 2017
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત ભૂષણ પહેલા એવા વ્યક્તિ નથી, જેમણે આ સ્ક્વોડનું નામ એન્ટિ રોમિયો રાખવાનો વિરોધ કર્યો હોય. આ પહેલાં પણ અનેક આલોચકો આ અંગે ટિપ્પણી કરી ચૂક્યાં છે. લોકોનું કહેવું છે કે, રોમિયો શેક્સપિયરના લોકપ્રિય નાટકનું પાત્ર છે, રોમિયો-જૂલિયટની પ્રેમકથા તેમના પ્રેમ અને સમર્પણ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.
કૃષ્ણને સમજવા માટે લેવા પડશે અનેક જન્મ
જો કે, પ્રશાંત ભૂષણના આ ટ્વીટ બાદ ભાજપના પ્રવક્તા ડૉ.સંબિત પાત્રાએ લખ્યું કે, પ્રશાંત ભૂષણે કૃષ્ણને સમજવા માટે અનેક જન્મો લેવા પડશે. તેમણે પ્રશાંત ભૂષણની આ ટિપ્પણીનો વિરોધ કરતાં લખ્યું છે, કેટલી સરળતાથી કૃષ્ણને રાજકારણમાં ઘસડી લાવ્યા?
कृष्ण को समझ ने में कई जन्म लेने पड़ेंगे।
— Sambit Patra (@sambitswaraj) April 2, 2017
कितने आसानी से कृष्ण को राजनीति में घसीट लाए।
दुःख की बात है। https://t.co/iYk5YkOqq1
ખાસ વાતો
- ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યારથી યોગી આદિત્યનાથની સરકાર બની છે ત્યારથી પ્રદેશમાં એન્ટિ રોમિયો સ્ક્વોડની રચના કરવામાં આવી છે.
- એન્ટિ રોમિયો સ્ક્વોડની રચનાનો હેતુ ઉત્તર પ્રદેશમાં થતી મહિલાઓ તથા યુવતીઓની છેડતીની ઘટનાઓને રોકવાનો છે.
- યોગી સરકાર આ સ્ક્વોડ થકી લવ-જિહાદ પર પણ પૂર્ણવિરામ મુકવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
