પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર, દીકરાએ ટ્વિટ કરીને આપીને માહિતી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વિશેની તમામ અફવાઓને તેમના દીકરા અભિજીત મુખર્જીએ ધરમૂળથી ફગાવી દીધી છે.
નવી દિલ્લીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વિશેની તમામ અફવાઓને તેમના દીકરા અભિજીત મુખર્જીએ ધરમૂળથી ફગાવી દીધી છે. પોતાના પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા અભિજીતે કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જીવિત છે અને હાલમાં કૃત્રિમ રીતે તેમના સ્વાસ્થ્યને સ્થિર રાખવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીના માથામાં ક્લૉટ હતુ જેનુ 10 ઓગસ્ટે આર્મી રિસર્ચ એન્ડ રેફર હોસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવ્યુ છે. ઑપરેશન પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો કે જે પૉઝિટીવ આવ્યો હતો.

વળી, આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ તરફથી પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્ય વિશે માહિતી આપવામાં આવી છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે પૂર્વ રાષ્ટ્રપતિની સ્થિતિ પહેલા જેવી જ છે. તેમની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી. તેમને મહત્વના ઈલાજ કરવામાં આવી રહ્યા છે તેના પર તેમનુ શરીર ઉંડાણપૂર્વક કામ કરી રહ્યુ છે. હાલમાં તેઓ વેંટીલેટર પર છે.
વાસ્તવમાં જે રીતે પ્રણવ મુખર્જીા સ્વાસ્થ્ય વિશે અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી રહી છે તેના પર અભિજીત મુખર્જીએ નારાજગી વ્યક્ત કરીને લખ્યુ કે મારા પિતા પ્રણવ મુખર્જી હજુ જીવિત છે અને કૃત્રિમ રીતે સ્થિર પણ છે. સોશિયલ મીડિયા પર સમ્માનિત પત્રકારો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી કે જે આ વાતની સ્પષ્ટ પુષ્ટિ કરે છે કે ભારતમાં મીડિયા નકલી સમાચારોની ફેક્ટરી બની ગયુ છે. આ પહેલા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને લખ્યુ કે તમારા બધા લોકોની દુઆથી મારા પિતાની હાલત કૃત્રિમ રીતે સ્થિર છે. હું તમને બધાને અપીલ કરુ છુ કે પોતાની પ્રાર્થના તેમના માટે જાળવી રાખો જેથી તેઓ વહેલી તકે સાજા થઈ જાય.
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
