અધીર રંજન ચૌધરીના નિવેદન પર ઘમાસાણ, હવે પ્રહ્લાદ જોશીએ કહ્યું- કોંગ્રેસ અધ્યક્ષ ઘૂસણખોર છે
અધીર રંજન ચૌધરીના નિવેદન પર ઘમાસાણ, હવે પ્રહ્લાદ જોશીએ કહ્યું- કોંગ્રેસ અધ્યક્ષ ઘૂસણખોર છે
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લઈ આપેલ વિવાદિત નિવેદન પર બબાલ મચી છે. સંસદમાં પણ આ મુદ્દે ભાજપે ભારે હંગામો કર્યો. ભાજપી સાસદ સતત અધીર રંજન ચૌધરીને માફીની માંગ કરતા રહ્યા છે. આ દરમિયાન સંસદીય કાર્યતમંત્રી પ્રહ્લાદ જોશીએ કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઘૂસણખોર કહી દીધાં, જે બાદ લોકસભામાં ભારે હંગામો થયો છે.

કોંગ્રેસ અધ્યક્ષ ઘૂસણખોર છે- જોશી
અધીર રંજન ચૌધરીના નિવેદન પર લોકસભામાં સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ઘૂસણખોર છે, જો કોંગ્રેસને થોડી પણ સમજ હોય તો ચૌધરીએ માફી માંગવી જોઈએ. નહિ તો હું માંગ કરું છું કે અધીર ચૌધરીના નિવેદન માટે સોનિયા ગાધી અને રાહુલ ગાંધીની માફી માંગે. જોશીના આ નિવેદન પર સદનમાં ભારે હંગામો થયો.
|
પીએમ મોદી-શાહ પર અધીર રંજન ચૌધરીએ નિશાન સાધ્યું
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રવિવારે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર એનઆરસીના મુદ્દાને લઈ હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘૂસણખોર તો પીએણ મોદી અને અમિત શાહ છે જેઓ ગુજરાતના રહેવાસી છે અને અહીં દિલ્હીમાં આવીને વસ્યા. તેમણે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ દેખાડવા માંગે છે કે મુસલમાનોને ભગાડશે પરંતુ મુસલમાનોને ભગાડવાની હિંમત તેમનામાં નથી.

અધીર રંજન ચૌધરીના નિવેદન પર ભાજપનો હંગામો
અધીર રંજન ચૌધરીના આ નિવેદન પર ભાજપી રવિવારથી જ કોંગ્રેસ પાર્ટી પર હુમલાવર થઈ છે. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે પણ ચૌધરીના આ નિવેદન પર પલટવાર કર્યો છે. સીએમ ખટ્ટર સિવાય ભાજપના કેટલાય નેતાઓએ અધીર રંજન ચૌધરીના નિવેદનની આલોચના કરી. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે તો ત્યાં સધી કહી દીધું કે અધીર રંજનનો દિમાગ સડી ગયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાને ઈલાજ માટે મોકલવા જોઈએ જેથી સારી રીતે ઈલાજ થયા બાદ સંસદના સત્રમાં પાછા આવી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
