જબલપુરમાં અમિત શાહના પ્રવાસ બાદ ભાજપ શહેર અધ્યક્ષ પ્રભાત સાહૂનું રાજીનામું, ધીરજને મળશે કમાન?
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા પ્રમુખ દળ એક-એક સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તે દરમિયાન રાજીનામાં પણ પડાપડ પડી રહ્યાં છે. જબલપુરમાં ભાજપ નગર અધ્યક્ષ પ્રભાત સાહૂએ પોતાના પદ પરથી રાજીનાીમું આપી દીધું છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જબલપુરના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી તેઓ રવાના થયા તેના 24 કલાક પણ નહોતા થયા કે સાહૂએ રાજીનામું આપી દીધું. ખુદ પ્રભાત સાહૂએ મીડિયા સમક્ષ રાજીનામું સંગઠનને મોકલ્યું હોવાના અહેવાલની પુષ્ટિ કરી છે.
સાહૂએ નગર અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા પાછળ કેટલાંય કારણો ગણાવ્યાં. જેમાં ભાજપ ઉમેદવારોની જાહેર થયેલી પાંચમી યાદી પછી ભાજપ પાર્ટી ઑફિસમાં થયેલ બબાલને સૌથી મોટું કારણ ગણાવ્યું. પ્રભાત સાહૂએ કહ્યું કે પાર્ટીના જ કેટલાક લોકો સંભાગીય ઑફિસમાં થયેલ ઘટના માટે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે તેમને દોષિત માને છે. જેથી પાર્ટીની મર્યાદાઓ અને નૈતિકતાને પગલે રાજીનામું આપ્યું છે.
જણાવી દઈએ કે જબલપુરમાં ઉત્તર મધ્ય વિધાનસભા સીટથી ઘોષિત ઉમેદવાર અભિલાષ પાંડે વિરુદ્ધ અસંતુષ્ટોની ભીડે ભાજપની ઑફિસમાં બબાલ મચાવી હતી. તે વખતે રાજ્ય ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર સિંહ સામે ગાળાગાળી અને મારપીટ જેવી ઘટના પણ બની હતી. પછી આગલા દિવસે સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપના અલગ ગુટે પ્રભાત સાહૂને ઘેરવા શરૂ કરી દીધા હતા. કેટલાય આરોપો સાથે કોમેન્ટ્સ પણ થવા લાગી હતી. સાહૂ બોલ્યા કે ચૂંટણી સમયે હાલાતને નજરમાં રાખી તેમણે રાજીનામું આપવું જ યોગ્ય માન્યું.
જો સંગઠન પ્રભાત સાહૂનું રાજીનામું સ્વીકારી લે છે, તો આ ચૂંટણીમાં પાર્ટીની કમાન કોના ખભા પર હશે, તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોટા નેતાઓએ જો કે આ મામલે મૌન ધારણ કરી રાખ્યું છે. જો કે ધીરજ પટૈરિયાના નામની ચર્ચા થઇ રહી છે.
હકીકતમાં, આ ઘટનાના એક દિવસ પહેલા જ ધીરજ પટેરિયાની અમિત શાહ સાથેની તેમની જબલપુર મુલાકાત દરમિયાન ચર્ચામાં હતી. આ સમાચારને લઈને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો હતો, ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ધીરજ ટિકિટ ન મળવાથી નારાજ છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડશે. પરંતુ શાહને મળ્યા બાદ તેમણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે નહીં અને પાર્ટીના ઉમેદવારોની જીત માટે કામ કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
