Political News : રાજસ્થાન કોંગ્રેસમાં જૂથવાદ વિશે બોલ્યા PM મોદી - અશોક ગહલોતના બંને હાથમાં લાડવા
Political News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર-દિલ્હી રૂટ પર ચાલતી 15મી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનો ઉલ્લેખ કર્યો હતો.
PM મોદીએ અશોક ગહેલોતના વખાણ કરતા જણાવ્યું હતું કે, અશોક ગહેલોત હાલ રાજનૈતિક ઉતારચઢાવ અને સંકટમાંથી પસાર થઇ રહ્યા છે. આ વચ્ચે પણ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ એક મોટી વાત છે.

અશોક ગેહલોત રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અશોક ગેહલોત પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું ગેહલોતજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. આ દિવસોમાં તેઓ રાજકીય ઉથલપાથલ અને કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમ છતાં તેમણે વિકાસના કામો માટે સમય કાઢ્યો, રેલવેના કાર્યક્રમમાં ભાગ લીધો છે. અહીં હું તેમનું સ્વાગત પણ કરું છું અને અભિનંદન આપું છું.
અશોક ગેહલોતના બંને હાથમાં લાડવા છે
ગેહલોતને પોતાના પ્રિય મિત્ર ગણાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તમારા બંને હાથમાં લાડુ છે. તેમણે જણાવ્યું હતું, હું ગેહલોત જીને કહેવા માંગુ છું કે, ગેહલોતજી તમારા હાથમાં લાડુ છે. તમારા રેલવે મંત્રી રાજસ્થાનના છે અને રેલવે બોર્ડના અધ્યક્ષ પણ રાજસ્થાનના છે. વડાપ્રધાન મોદીએ હસીને જણાવ્યું હતું કે, તમારા બંને હાથમાં લાડુ છે.
અશોક ગેહલોત મારા પર ઘણો વિશ્વાસ કરે છે - વડાપ્રધાન મોદી
પોતાની વાત પૂરી કરતા પહેલા વડાપ્રધાન મોદીએ અશોક ગેહલોતને જણાવ્યું હતું કે, જે કામ આઝાદી પહેલા થવું જોઈતું હતું, તે આજ સુધી થયું નથી, પણ તને મારામાં એટલો બધો વિશ્વાસ છે કે, તે કામ આજે મારી સામે મૂક્યું છે. તમારો આ વિશ્વાસ, આ મારી મિત્રતાની તાકાત છે અને એક મિત્ર તરીકે તમે જે વિશ્વાસ મૂક્યો છે, તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર હું તમને બધાને અભિનંદન આપું છું. હું રાજસ્થાનને અભિનંદન આપું છું. ખુબ ખુબ આભાર.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
