બળાત્કાર કેસના આરોપીના ઘર સામે પોલીસે મૂકી દીધું બુલડોઝર, ખાખીએ અપનાવી અનોખી રીત
પોલીસે બુલડોઝર લાવીને તેના ઘરની સામે પાર્ક કર્યું હતું. પોલીસે ચેતવણી આપી હતી કે, જો તે 24 કલાકમાં પોતાને પોલીસને હવાલે નહીં કરે તો ઘર તોડી પાડવામાં આવશે. મકાન તૂટવાના ડરથી આરોપીએ આત્મસમર્પણ કર્યું હતું.
રેલ્વે સ્ટેશન પર મહિલા પર બળાત્કાર ગુજારનાર આરોપી શુભમ મોડનવાલ ઉર્ફે અન્નાએ ઘર પર બુલડોઝર ચાલવાના ડરથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઘટના બાદથી તે ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી, પરંતુ તે પોલીસને મળી શક્યો ન હતો.

પોલીસે બુલડોઝર લાવીને તેના ઘરની સામે પાર્ક કર્યું હતું. પોલીસે ચેતવણી આપી હતી કે, જો તે 24 કલાકમાં પોતાને પોલીસને હવાલે નહીં કરે તો ઘર તોડી પાડવામાં આવશે. મકાન તૂટવાના ડરથી આરોપીએ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસની આ પદ્ધતિ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહી છે, જ્યારે યોગી સરકારમાં બુલડોઝરનો ડર લોકોના માથે ચઢી રહ્યો છે.
શનિવારની સવારે પ્રતાપગઢ રેલ્વે સ્ટેશન પરિસરમાં બનેલા શૌચાલયમાં મહિલા પર બળાત્કાર કરનારા આરોપીને પોલીસ શોધી રહી હતી. રેલ્વે પ્રશાસન અને રેલ્વે પોલીસ પણ તેને શોધી રહી હતી. પોલીસને ચકમો આપીને તે ભાગી ગયો હતો. વધુ દબાણના કારણે પોલીસ તેને કોઈપણ સંજોગોમાં પકડવા મથી રહી હતી.
જે દરમિયાન પોલીસે રવિવારની રાત્રે આરોપીના ઘરની સામે બુલડોઝર પાર્ક કર્યું હતું. તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો તે 24 કલાકમાં આત્મસમર્પણ નહીં કરે તો તેનું ઘર તોડી પાડવામાં આવશે. પોલીસની આ યુક્તિ કામ કરી ગઈ અને આરોપી શુભમ ભાંગવા ટોલ ટેક્સ પર ઉભો હોવાની જાણ થઈ હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે તેને પકડી લીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અંતુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં રહેતી પરિણીત મહિલા શુક્રવારની રાત્રે પોતાના પતિ સાથે અમદાવાદ જવા ઘરેથી નીકળી હતી. પરિવારનો એક યુવક પણ તેની સાથે હતો. રાત્રે ત્રણેય મુસાફિરખાના પહોંચ્યા હતા. તેણે સવારે પ્રયાગરાજ જવા માટે ટ્રેન પકડવાની હતી.
તેની પાસે પ્રયાગરાજથી અમદાવાદની ટ્રેન હતી. રાત્રિના બાર વાગ્યાના સુમારે પરિણીતાનો પતિ જમવા માટે બહાર ગયો હતો. લાંબો સમય થવા છતાં તે પરત આવ્યો ન હતો. જે દરમિયાન પરિણીત મહિલાએ શૌચ માટે શૌચાલય શોધવાનું શરૂ કર્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે, વાહન સ્ટેન્ડ પાસે મળેલા એક યુવકે તેને રેલ્વેના સુલભ શૌચાલયની ચાવી આપીને મોકલ્યો હતો.
તાળું ખોલીને અંદર પ્રવેશતા જ પાછળથી યુવક પણ આવ્યો હતો. યુવકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપી યુવક ધમકી આપતો બહાર આવ્યો હતો. થોડા સમય બાદ પરિણીતાની શોધખોળ કરતા પરિવારના યુવકો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાએ પોતાની સાથે થયેલી ઘટના બધાને કહી હતી. આ સાંભળીને તેમણે આરોપી યુવકને પકડી લીધો હતો.
આ દરમિયાન ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતું. જે દરમિયાન આરોપી યુવકના સાથીદારો પહોંચી ગયા હતા. તેઓએ પરિણીત મહિલા સાથે આવેલા યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. તક મળતા જ આરોપી યુવક નાસી ગયો હતો. ઘટના બાદ પીડિતા ઘરે પરત ફરી હતી. તેણે ગડવારા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાંથી તેને રેલ્વે સ્ટેશન મોકલવામાં આવ્યો હતો. જે બાદમાં તેણે નગર કોતવાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
