જોધપુર પોલીસે આસારામ સામે 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી
જોધપુર, 6 નવેમ્બર : સગીરાના શારીરિક શોષણના કેસમાં જેલમાં બંધ આસારામની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતા તેમને જોધપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આસારામ સાથે આ કેસમાં આરોપી એવા પૂર્વ સેવાદાર અને છિંદવાડા હોસ્ટેલની વોર્ડન શિલ્પીને પણ કોર્ટમાં રજૂ કરાઈ છે.
જોધપુર પોલીસે આ કેસમાં આસારામ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં આસારામ સહિત પાંચને આરોપી બનાવાયા છે. 1300 પાનાની આ ચાર્જશીટમાં પોલીસે 140 લોકોને સાક્ષી બનાવ્યા છે. આસારામે સગીરાનું યૌન શોષણ કર્યું એટલું જ નહીં પણ સગીરાને એક કાવતરા અંતર્ગત આસારામની કુટિરમાં મોકલવામાં આવી હતી તેવો આરોપ પોલીસે મૂક્યો છે.

ચાર્જશીટમાં આસારામ વિરુદ્ધ કેટલાક ઓડિયો અને વીડિયો પુરાવાઓ ઉપરાંત પૂર્વ સાધકોના નિવેદનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આસારામની ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અસ્કામતોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અગાઉ 24 ઓક્ટોબરના રોજ યૌન શોષણ કેસમાં આસારામ અને તેના અનુયાયીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 6 નવેમ્બર સુધી વધારી દીધી હતી.
જોધપુર પોલીસે સગીરા સાથેના દુષ્કર્મના સેમાં છાત્રાલયના નિર્દેશક શરદ, વોર્ડન શિલ્પી ઉર્ફે સંચિતા ગુપ્તા, સેવાદાર અને રસોઇયા પ્રકાશના નામ ચાર્જશીટમાં સામેલ કર્યા છે. આ કેસમાં આસારામને મુખ્ય આરોપી જ્યારે અન્યને કાવતરામાં સામેલ ગણાયા છે. આઇપીસી અને જેજે એક્ટ તેમજ પોક્સો એક્ટ કાયદા અંતર્ગત તેમની સામે ગંભીર આરોપો મૂકાયા છે. આસારામ વિરુદ્ધના આ આરોપો સાબિત થયા તો તેમને દસ વર્ષથી માંડીને આજીવન કેદની સજા થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
