આનંદીબેનના નિવેદન પર બોલ્યા જશોદાબેન, મારા રામ છે પીએમ મોદી
મધ્યપ્રદેશ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પીએમ મોદીએ લગ્ન નથી કર્યા.
મધ્યપ્રદેશ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પીએમ મોદીએ લગ્ન નથી કર્યા. તેના જવાબમાં જશોદાબેને હેરાની વ્યક્ત કરી અને કહ્યું કે આનંદીબેન પટેલ ઘ્વારા આપવામાં આવેલું આવું નિવેદન અશોભનીય અને પ્રધાનમંત્રીની છબીને ખરાબ કરે તેવું છે. જશોદાબેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી મારા માટે ખુબ જ સમ્માનીય છે અને તેઓ મારા માટે રામ છે.

આનંદીબેને કહ્યું હતું કે પીએમ મોદીએ લગ્ન નથી કર્યા
જશોદા બેન ઘ્વારા એક વીડિયો મેસેજમાં જણાવવામાં આવ્યું કે આનંદીબેનના નિવેદન પર મને ખુબ જ હેરાની થયી છે કે નરેન્દ્ર મોદીએ લગ્ન નથી કર્યા. જયારે વર્ષ 2014 લોકસભા ઈલેક્શન દરમિયાન તેમને ઉલ્લેખ કર્યો હતો કે તેમને લગ્ન કર્યા અને પત્ની તરીકે તેમને મારુ નામ જણાવ્યું હતું.

જશોદા બેને કહ્યું કે મારા રામ છે પીએમ મોદી
પોતાના ભાઈના મોબાઈલ ઘ્વારા બનાવેલા એક વીડિયોમાં જશોદાબેને કહ્યું કે એક સુશિક્ષિત મહિલા જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે, તેમના ઘ્વારા એક ટીચર (જશોદા બેન) માટે આ પ્રકારે બોલવું અશોભનીય છે. તેમના આ પ્રકારના આચરણ ઘ્વારા ભારતના પ્રધાનમંત્રીની છબી ખરાબ કરી છે. પીએમ નરેન્દ્ર મોદી મારા માટે ખુબ જ સમ્માનીય છે અને તેઓ મારા માટે રામ છે.

ભાઈ અશોક મોદી પણ હેરાન
તેમના ભાઈ અશોક મોદીએ પણ જણાવ્યું કે જયારે તેમને આ બાબત સોશ્યિલ મીડિયા પર જોઈ ત્યારે તેમને પહેલા તો વિશ્વાસ બેસ્યો જ નહીં કે આનંદીબેન પટેલે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યું હશે. પરંતુ પેપરમાં જોઈને વિશ્વાસ આવ્યો કે તેમને આવું નિવેદન આપ્યું છે. એટલા માટે અમે તેના પર જવાબ આપવાનો નક્કી કર્યો અને એક લિખિત નિવેદન પણ જાહેર કર્યું કે જેને જશોદાબેન વીડિયોમાં વાંચી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
