PM પદ : નરેન્દ્ર મોદીને સરદાર પટેલને નડેલી સમસ્યા નડી રહી છે?

ભાજપના બીજી અને ત્રીજી કેડરના નેતાઓ અને કાર્યકરો ઇચ્છે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે. બીજી તરફ ભાજપ અને એનડીએના પ્રથમ હરોળના નેતાઓ પીએમ બનવા માટે થનગની રહ્યા છે. આવી સ્થિતિ વર્ષો પહેલા આઝાદી બાદ સર્જાઇ હતી.
ફરક એટલો છે કે ત્યારે આ સમસ્યા ભાજપ નહીં પણ કોંગ્રેસમાં હતી. એ સમયે નરેન્દ્ર મોદીની જેમ પીએમ પદ માટેના લોકપ્રિય નેતામાં સરદાર પટેલ સૌથી આગળ હતા. આ વાત છે એપ્રિલ, 1946માં ગાંધી-પટેલ-નહેરુની છે. 16 મહિનામાં બ્રિટિશ શાસનનો અંત આવશે એવું કોઇ જાણતું ન હતું. ફેબ્રુઆરી 1947માં લોર્ડ માઉન્ટબેટને આ અંગેનો સંકેત આપ્યો. જેના કારણે વચગાળાની સરકાર બનાવવાની સ્થિતિ ઉભી થઇ.
અત્યારે પણ સ્થિતિ એવી જ છે. ચૂંટણી આવી રહી છે ત્યારે યુપીએ કે એનડીએને લોકસભામાં 272નો જાદુઇ આંક મેળવવામાં એકલે હાથે સફળતા મળે એવા કોઇ પરિબળો નથી. આ કારણે 1946માં કોંગ્રેસ સામે પોતાના વડાપ્રધાનની પસંદગી કરવાની સ્થિતિ આવીને ઉભી રહી. આ સમયે કોંગ્રેસ પાસે ત્રણ વિકલ્પો હતો. એક મૌલાના અબ્દુલ કલામ આઝાદ, જેઓ છ વર્ષથી કોંગ્રેસના અધ્યક્ષ હતા, બીજા સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓ મહાન વ્યવસ્થાપક અને ગ્રામ્ય ભારતને અને તેના રાજકારણને સમજનારા નેતા હતા, અને ત્રીજો વિકલ્પ જવાહર લાલ નહેરૂનો હતો જેમની પાસે આ બેમાંથી કશું જ ન હતું.
આ સમય દરમિયાન 29 એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ માટેના નોમિનેશન પણ કરવાના હતા. ગાંધીજીએ 20 એપ્રિલે જ પોતાની પસંદગી નહેરુ છે એમ આઝાદને જણાવી દીધું હતું. પણ બન્યું એવું કે આ માટેની મતદાન તારીખે પ્રદેશ કોંગ્રેસ કમિટીના 15માંથી 12 સભ્યોએ પોતાની પસંદગી સરદાર પટેલ પર ઉતારી હતી. બાકીના ત્રણે જવાહરલાલ નહેરુનું નામ પસંદ કર્યું ન હતું. કોણે કોને મત આપ્યો છે તે કોઇ જાણતું ન હતું.
આથી ગાંધીજીએ જે બી કૃપલાનીને નહેરુ માટે સમર્થન એક કરવાનું કહ્યું. આ કારણે કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરવાની જેમને સત્તા નથી તેવા સભ્યો પાસેથી સહી લેવામાં આવી. પણ આ બાબતને કોઇએ નહી પડકારતા નહેરૂનું નોમિનેશન સ્વીકારવામાં આવ્યું. બીજી તરફ ગાંધીજીની વિનંતી સ્વીકારીને સરદાર પટેલે તાત્કાલિક પોતાનું નોમિનેશન પાછું ખેંચ્યું હતું.
સરદાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા ગાંધીજીએ શું બન્યું તેની તમામ વિગતો નહેરૂને આપી, તેમણે આ બધું સાંભળ્યું પણ નહેરૂ મૌન રહ્યા. ગાંધીજીના આગ્રહને કારણે નહેરૂને વડાપ્રધાન બનાવવાની કવાયત કરવામાં આવી અને આઝાદ કોંગ્રેસ પ્રેસિડેન્ટ બન્યા. તેમણે નહેરૂને સમર્થન આપ્યું. જો કે સમગ્ર ઘટનાથી રાજેન્દ્ર પ્રસાદ સહિતની વ્યક્તિઓ વ્યથિત હતી. તેમને એક જ પ્રશ્ન હતો કે સરદારને શા માટે પાછા બોલાવી લેવામાં આવ્યા, અથવા નહેરુની ભાષામાં કહીએ તો શા માટે નંબર બે બનાવવામાં આવ્યા?
મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનામાં સરદાર પટેલ કેવી રીતે માન્યા? તેના બે કારણો છે. એક તો ગાંધીજીએ તેમને આ માટે વિનંતી કરી હતી. બીજું એ કે તેઓ નેતૃત્વના ભાગલા કરાવીને જિન્નાહ અને તેમના સાથીઓને કોઇ તક આપવા માંગતા ન હતા.
હવે જોઇએ ભાજપની સ્થિતિ
વર્તમાન સમયમાં ભાજપમાં પણ એવી જ સ્થિતિ છે. ભાજપ પાસે વડાપ્રધાન પદ માટે બે વિકલ્પો છે. એક તો નરેન્દ્ર મોદીને પસંદ કરવા અથવા તેના બદલે અન્ય કોઇને પણ પસંદ કરવા. આવી સ્થિતિમાં ચાર શક્યતાઓ છે.
A) નરેન્દ્ર મોદીને પસંદ કરાય અને એનડીએ જીતે
B) નરેન્દ્ર મોદીને પસંદ કરાય અને એનડીએ હારે
C) નરેન્દ્ર મોદીને પડતા મૂકાય અને એનડીએ જીતે
D) નરેન્દ્ર મોદીને પડતા મૂકાય અને એનડીએ હારે
આમ તો ભાજપ માટે સૌથી સારું પરિણામ A હોઈ શકે છે અને D સૌથી ઓછું સ્વીકાર્ય પરિણામ હોઇ શકે છે. B પણ સ્વીકાર્ય નથી એટલે સ્પર્ધા A અને C વચ્ચે છે. આ કારણે નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણી અથવા એનડીએના અન્ય કોઇ નેતાની પસંદગી વચ્ચેનો પ્રશ્ન છે.
રાજકારણ આશ્ચર્યોથી ભરેલું છે. આથી એક સ્થિતિ એવી પણ આવી શકે જેમાં A અને C વચ્ચે કોઇ ખાસ ભેદ ના રહે. ત્યારે પાર્ટી ગાંધીજીએ સરદારને જે કહ્યું હતું કે એકતા જાળવવા માટે તમે નોમિનેશન પાછું ખેંચો, તે નરેન્દ્ર મોદીને કહેશે? ત્યારે નરેન્દ્ર મોદી શું કરશે?
ત્યારે તેમના અંતરઆત્માનો અવાજ પાર્ટીને મદદ કરશે. જેમ કે વર્, 2004માં કોંગ્રેસને ફાયદો થયો હતો. જો કે પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસમાં ગાંધીજી જેવી નૈતિકતા ધરાવનાર કોઇ નેતા નથી. એનો અર્થ એ થયો કે જ્યારે પાર્ટી નરેન્દ્ર મોદી અને અન્યની પસંદગી અંગે મૂંઝવણમાં હોય ત્યારે નરેન્દ્ર મોદીએ આગલ આવીને પોતાની ત્યાગભાવના દર્શાવવી જોઇએ. ભારતમાં ત્યાગનો ફાયદો મોટો છે. એક વખતનો ત્યાગ આવનારા ઘણા સમય સુધી ફાયદો કરાવે છે. આ ત્યાગ નરેન્દ્ર મોદીને વધારે આગળ લઇ જશે અને ત્યાર પછીની ચૂંટણીઓમાં તેમને વધારે શક્તિશાળી બનાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
