PM મોદી પ્રધાનમંડળમાં અડવાણી-જોશીની બાદબાકી કરી શકે
નવી દિલ્હી, 12 મે : લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. પરિણામો તો 16 મેના રોજ જાણવા મળશે. પણ દેશમાં ફરી વળેલી મોદી લહેરને જોતા ભાજપને પૂરો વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં તેઓ ચોક્કસથી દિલ્હીની ગાદી મેળવી શકશે. આ જ આશાથી પરિણામો આવે એ પહેલા જ ભાજપે 'ફયુચર પ્લાન' તૈયાર કરી દીધો છે.
ભાજપના ફ્યુચર પ્લાનમાં પાર્ટીના નેતાઓ માટે કેવા લાડવા છે તેનો અંદાજ રાજકીય નિષ્ણાતોએ લગાવવાનો શરૂ કરી દીધો છે. આ અંગેનો સંકેત મોદીએ શનિવારે સંઘના વડા મોહન ભાગવત સાથેની બેઠક ઉપરથી લગાવવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં મોદીએ ભાગવત સાથે ફ્યુતર પ્લાન અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભાગવતને સ્પષ્ટ જણાવી દીધું હતું કે જો સરકાર બનશે તો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવશે.
મોદીની મુલાકાત બાદ રવિવાર, 11 મેના રોજ ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ પણ સંઘના નેતાઓને મળ્યા હતા. બે કલાક ચાલેલી આ બેઠકમાં પ્લાનની માહિતી રાજનાથને આપવામાં આવી હતી અને સાથોસાથ એવુ પણ કહી દેવામાં આવ્યું હતું કે કોઇપણ પરિસ્થિતિમાં મોદી જ વડાપ્રધાન પદના દાવેદાર રહેશે.
બેઠકો ઓછી આવે અને ગઠબંધનમાં મોદીના નામ પર સહમતી ન થાય તો ભાજપ તો અન્ય કોઇ વિકલ્પ પસંદ કરવાને બદલે વિપક્ષમાં બેસવા માટે પણ તૈયાર રહે. સંઘ અનુસાર પ્રમાણે મોદીએ ભાગવતને કહ્યુ હતુ કે સરકાર બનવાની સ્થિતિમાં મંત્રીમંડળ પસંદ કરવામાં તેમને સંપુર્ણ આઝાદી મળે કે જેથી તેઓ પોતાના વિશ્વાસુઓ અને પસંદગીની ટીમ સાથે કામ કરી શકે.
મોદી સાથેની મુલાકાત બાદ સંઘે અડવાણી અને જોશીનું મન ઢંઢોળવાની જવાબદારી રાજનાથને સોંપી છે. સંઘ ઇચ્છે છે કે અડવાણી ખુદ સરકારમાં સામેલ ન થવાની જાહેરાત કરે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પરિણામ આવ્યા બાદ 16મીએ સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સંઘ તરફથી મળેલા દિશા-નિર્દેશોના આધાર પર આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
