World Sustainable Development Summit 2021નું પીએમ મોદી આજે કરશે ઉદઘાટન
પીએમ મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશ્વ સતત શિખર સંમેલન 2021નુ ઉદઘાટન કરશે.
PM Narendra Modi to inaugurate World Sustainable Development Summit 2021 today: નવી દિલ્લીઃ પીએમ મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશ્વ સતત શિખર સંમેલન 2021નુ ઉદઘાટન કરશે. પીએમઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે. તેમના નિવેદન મુજબ બુધવારે વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2021નુ ઉદઘાટન પ્રધાનમંત્રીના હાથે હશે. આ વખતનુ આ સંમેલનનો વિષય 'સૌના માટે સુરક્ષિત અને સંરક્ષિત પર્યાવરણ અને આપણુ સંયુક્ત ભવિષ્ય' છે.

જાણો ખાસ વાતો
- આ મોટા કાર્યક્રમમાં કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ શામેલ હશે.
- આ ઉપરાંત આ સંમેલનમાં ગુયાનાના રાષ્ટ્રપતિ મો. ઈરફાન અલી, પાપુઆ ન્યૂ ગિનીના પીએમ જેમ્સ મારાપે, માલદીવના પીપલ્સ મજલિસના અધ્યક્ષ મોહમ્મદ નશીદ, સંયુક્ત રાષ્ટ્રના ઉપમહાસચિવ અમીના જે મોહમ્મદ પણ શામેલ થઈ શકે છે.
- આ સંમેલનમાં ઉર્જા અને ઉદ્યોગ સંક્રમણ, અર્થવ્યવસ્થા, સ્વચ્છ મહાસાગર અને વાયુ પ્રદૂષણ જેવા વિષયો પર પણ ચર્ચા થશે.
આ વાતોનુ તમે રાખો ધ્યાન
તમને જણાવી દઈએ કે આખી દુનિયા ગ્લોબલ વૉર્મિંગ જેવી જટિલ સમસ્યા સામે લડી રહીછે. એવામાં આપણે અમુક વાતોનુ ધ્યાન રાખીને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં પોતાનુ યોગદાન આપી શકીએ છીએ. બસ આપણે નીચે મુજબની નાની-નાની વાતોનુ ધ્યાન રાખવુ પડશે.
- પીવા કે કામ કરવા માટે પાણી એટલુ જ ઉપયોગમાં લો જેટલી વાસ્તવમાં જરૂર છે અને તેને ફેંકવુ ના પડે.
- પોતાના ફ્રીઝના દરવાજા ખુલ્લા ના રાખો.
- ઈંધણ બચાવવા માટે તમે વાહન કે ટાયરોમાં હવાનુ દબાણ યોગ્ય માત્રામાં રાખો.
- ખરીદી સમયે પ્લાસ્ટિક બેગના ઉપયોગને ટાળો અને ઘરેથી કપડાની બેગ લઈને જાવ.
- ગરમીમાં દર વખતે એસી ચલાવવાના બદલે હળવા કપડા પહેરો અને પંખાનો ઉપયોગ કરો.
- ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઓછો કરો.
- કાર પુલનો ઉપયોગ કરો. પગપાળા કે બાઈકથી જાવ.
- ઈલેક્ટ્રીકથી ચાલતી કારથી ઓછો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત થાય છે અને સાઈકલથી બિલકુલ નહિ. લોકોને જાગૃત કરો.
- આખા ઘરમાં સાધારણ બલ્બના બદલે સીએફએલનો ઉપયોગ કરો. આનાથી તમે ત્રણથી પાંચ ગણી વિજળીની બચત કરી શકો છો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
