આર્ટિકલ 370: પીએમ નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ થયા બાદ પહેલી વાર દેશને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ થયા બાદ પહેલી વાર દેશને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીર વિશે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે વિસ્તારથી માહિતી આપશે. સાથે ઘાટીને બે યુનિયન ટેરિટરીઝમાં વહેંચવા વિશે પણ બોલી શકે છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા વાર 27 માર્ચે લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રના નામે સંબોધન આપ્યુ હતુ જ્યારે ઈસરોએ એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ લૉન્ચ કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે મંગળવારે સંસદે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ના પ્રસ્તાવને પાસ કરી દીધો. સાથે જમ્મુ કાશ્મીરને બે યુનિયન ટેરિટરીઝમાં વહેંચવાના નિર્ણય સાથે સંબંધિત બિલને પણ પાસ કરી દીધુ. ત્યારબાદ લદ્દાખ હવે જમ્મુ કાશ્મીરથી અલગ રાજ્ય છે જ્યાં વિધાનસભા નહિ હોય. જોવાની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ દેશને સંબોધિત કરવાના માત્ર થોડા દિવસ પહેલા જ દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. એવામાં દેશભરના લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર રહેશે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર વિશે ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનમાં જબરદસ્ત અકળામણ છે. આના કારણે પાકિસ્તાને ભારત સાથે વેપારી સંબંધોને ખતમ કરી દીધા છે. સાથે ઘણા એરપોર્ટ રૂટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાને પોતાના રાજદૂતને પણ પાછા બોલાવી લીધા છે. સાથે પાકિસ્તાને ત્રણ એરસ્પેસ બંધ કરી દીધા છે. પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રને આંશિક રીતે બંધ કરી દીધુ છે.












Click it and Unblock the Notifications
