J&K: દેશની સૌથી લાંબી ટનલમાં છે 124 CCTV કેમેરા
ચેનાનીથી નાશરી વચ્ચે બનેલી આ ટનલ દેશની સૌથી મોટી ટનલ છે. તેની લંબાઇ 9.2 કિલોમીટર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 2 એપ્રિલ, રવિવારના રોજ દેશની સૌથી મોટી ટનલ નું ઉદઘાટન કર્યું છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર ચેનાની અને નાશિરી વચ્ચે ભારતની સૌથી લાંબી ટનલ બનાવવામાં આવી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીર ના મુખ્યમંત્રી મુફ્તી મહેબૂબા અને રાજ્યપાલ એન.એન.વોહરા પણ હાજર રહ્યાં હતા. આ ટનલ કાર્યરત થતા રોજ આશરે 27 લાખ રૂપિયાનું ઇંધણ બચશે. અલગતાવાદી સંગઠન હુરિયતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર મુલાકાતના વિરોધમાં બંધની જાહેરાત કરી છે. ટનલના ઉદઘાટન બાદ પીએમ મોદીએ જનસભાનું સંબોધન કર્યું હતું.

ખાસ વાતો
- 9.2 કિલોમીટર લાંબી આ ટ્વિન ટ્યૂબ ટનલ ઉધમપુર જિલ્લાના ચિનૌની વિસ્તારથી શરૂ થઇે રામબન જિલ્લાના નાશરી નાલા સુધી જાય છે.
- આ ટનલમાં ઇન્ટરનેટ પણ કામ કરે છે.
- ટનલમાં મોબાઇલ નેટવર્કની સુવિધા પણ આપવામાં આવી છે.
- આ ટનલમાં FM ફ્રિક્વેન્સિ પર ગીતો પણ સાંભળી શકાય છે.
- આપત્તિજનક પરિસ્થિતિમાં FM દ્વારા મેસેજ પણ મોકલી શકાય છે.
- આ ટનલના નિર્માણમાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- આ ટનલમાં 124 સીસીટીવી કેમેરા છે, જે 360 ડિગ્રી વ્યૂ આપે છે.

- આખી ટનલમાં ક્રોસ ઓવર પેસેજ બનાવવામાં આવ્યા છે.
- દેશની આ સૌથી લાંબી ટનલ બનાવવામાં 5 વર્ષનો સમય લાગ્યો છે.
- આ ટનલમાં વિશ્વની વર્તમાન સર્વશ્રેષ્ઠ સેફ્ટી ફિચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાયર કંટ્રોલ, વેન્ટિલેશન, સિગ્નલ, કમ્યુનિકેશન અને ઓટોમેટિક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- આ ટનલને કારણે જમ્મુથી શ્રીનગર વચ્ચેનું અંતર 30 કિલોમીટર ઘટી જશે.
LIVE: PM Narendra Modi addresses a public meeting in Jammu and Kashmir's Udhampur https://t.co/6I5HaBclaF
— ANI (@ANI_news) April 2, 2017
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
