આજથી જમ્મુ-કાશ્મીરમાં પ્રચારના શ્રીગણેશ કરશે PM મોદી, કુરુક્ષેત્રમાં ગજવશે સભા
Jammu and Kashmir Assembly Elections 2024: આર્ટિકલ 370 નાબુદ થયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જે માટે દરેક પાર્ટીએ કમર કસી છે. દરેક પાર્ટી દ્વારા મતદારોને રીઝવવા માટે રેલી અને રોડ શો કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. વડાપ્રધાન મોદી જમ્મુમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન સવારે 11 કલાકે ડોડા જિલ્લામાં જનસભામાં સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદીની રેલીને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આવા સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 14 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત પ્રચાર કરશે. PM આજે કુરુક્ષેત્રમાં જનસભામાં સંબોધન કરશે.
વડાપ્રધાન મોદી ડોડા જિલ્લામાં રેલી કરશે, જે છેલ્લા ચાર દાયકામાં વડાપ્રધાનની પ્રથમ રેલી હશે. આ રેલી ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે.

વડાપ્રધાન મોદી ચિનાબની 8 વિધાનસભાઓમાં ભાજપના ઉમેદવારોની જીત માટે જનતાને પોતાના સંબોધનમાં હાંકલ કરશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે ઉતરી છે. પાર્ટીના જમ્મુ અને કાશ્મીરના અધ્યક્ષ રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે, ખીણ (ઘાટી) ના કેટલાક મતવિસ્તારોમાં જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ સ્વતંત્ર ધારાસભ્યોને સમર્થન આપી શકે છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)એ ગઠબંધન કર્યું છે. નેશનલ કોન્ફરન્સ 52 અને કોંગ્રેસ 31 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય તેમણે CPI (M) અને પેન્થર્સ પાર્ટી માટે એક-એક સીટ છોડી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ઘાટીમાં 47 અને જમ્મુ વિભાગમાં 43 બેઠકો છે. કુલ નવ બેઠકો ST માટે અને સાત બેઠકો SC માટે અનામત છે.
નોંધનીય બાબત છે કે, હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 8 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
