રોજગાર મેળામાં PM મોદી 71000 યુવાનોને આપશે ઓફર લેટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મંગળવારના રોજ એટલે કે 22 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં 45 સ્થળો પરથી 71000 લોકોને ઓફર લેટર એનાયત કરવામાં આવશે. આ ઓફર લેટર રોજગાર ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મંગળવારના રોજ એટલે કે 22 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં 45 સ્થળો પરથી 71000 લોકોને ઓફર લેટર એનાયત કરવામાં આવશે. આ ઓફર લેટર રોજગાર ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આપવામાં આવશે. આ અંગેની જાણકારી કર્મચારી મંત્રાલય તરફથી આપવામાં આવી છે. આ સાથે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પોતાનું વક્તવ્ય પણ આપશે.

વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓકટોબરમાં રોજગાર મેળા હેઠળ 75,000 નવનિયુક્ત લોકોને ઓફર લેટર્સ આપવામાં આવ્યા હતા.
આ બે રાજ્યોમાં કોઇને નહીં મળે ઓફર લેટર
ગુજરાત અને હિમાચલ પ્રદેશના નવા ભરતી થયેલા ઉમેદવારોને વડાપ્રધાન દ્વારા ઓફર લેટર આપવામાં આવશે નહીં. કારણ કે, ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ છે. આવી સ્થિતિમાં જો ત્યાં ઓફર લેટરનું વિતરણ કરવામાં આવશે, તો આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે હિમાચલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. બંને રાજ્યોમાં 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.
Prime Minister Narendra Modi will distribute about 71,000 appointment letters to newly inducted recruits on November 22 under Rozgar Mela organised across India at 45 places: Ministry of Personnel
— ANI (@ANI) November 21, 2022
(File Picture) pic.twitter.com/QrLAtn5u6C
આ જગ્યાઓ પર રોજગાર મેળા અંતર્ગત ભરતી કરાશે
શિક્ષકો, વ્યાખ્યાતાઓ, નર્સો, નર્સિંગ ઓફિસરો, ડૉકટર્સ, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર, અન્ય ટેકનિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી હવે જોબ ફેર અંતર્ગત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રોજગાર મેળા અંતર્ગત અનેક સશસ્ત્ર દળોમાં નિમણૂકો પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રોજગાર મેળામાં લોકોને અલગ-અલગ કંપનીઓમાં તેમની સંબંધિત લાયકાતના આધારે રોજગાર આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
