PM મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે, મહત્વની પરિયોજનાઓનુ કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે(22 ફેબ્રુઆરી) પશ્ચિમ બંગાળ અને અસમના પ્રવાસે રહેશે.

PM Narendra Modi visit Assam & West Bengal today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે(22 ફેબ્રુઆરી) પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે રહેશે. પીએમ મોદી આજે સવારે લગભગ 11.30 વાગે આસામ પહોંચશે. જ્યાં આસામના કે કે ધેમાજીના સિલાપાથરમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદી તેલ તેમજ ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી એન્જિનિયરીંગ કૉલેજોનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. આસામના પ્રવાસ બાદ પીએમ મોદી સાંજે સાડા ચાર વાગે પશ્ચિમ બંગાળ પહોંચશે જ્યાં તે હુગલીમાં ઘણી રેલવે પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. આસાસમમાં કાર્યક્રમ દરમિયાન આસામના રાજ્યપાલ જગદીશ મુખી અને સીએમ સર્બાનંદ સોનોવાલ પણ હાજર રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

pm modi

માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદી ઈન્ડિયન ઑઈલની બોંગાઈગાંવ રિફાઈનરીના એક એકમ, તિનસુકિયાના હેબડા ગામમાં એક કમ્પ્રેશર સ્ટેશન અને દિબ્રુગઢના મધુબનમાં ઑઈલ ઈન્ડિયા લિમિટેડના સેક્રેટરી ટેંક ફાર્મનુ પણ આજે ઉદઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી ધેમાજી એન્જિનિયરીંગ કૉલેજનુ ઉદઘાટન અને સુઆલકુચી એન્જિનિયરીંગ કૉલેજનો શિલાન્યાસ પણ કરશે.

આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલવેના વિસ્તારનુ ઉદઘાટન પણ કરશે. પીએમ મોદી આ લાઈન પર પહેલી મેટ્રો સેવાને લીલી ઝંડી બતાવશે. મેટ્રોની એ સેવા 4.1 કિલોમીટર સુધી છે જેના વિસ્તારનુ નિર્માણ 464 કરોડ રૂપિયાની કિંમતે કરવામાં આવ્યુ છે. જેનો ખર્ચ સંપૂર્ણપણે કેન્દ્રની સરકારે ઉઠાવ્યો છે. આ ઉપરાંત પણ પીએમમોદી ઘણા રાજ્યોની ઘણી અન્ય પરિયોજનાઓનુ પણ ઉદઘાટન કરશે. વળી, 23 ફે્બ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી IIT ખડગપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનુ ઉદઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદી મંગળવારે IIT ખડગપુરના 66માં દીક્ષાંત સમારંભને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X