Niti Aayog meet: પીએમ મોદી આજે કરશે નીતિ આયોગની બેઠકની અધ્યક્ષતા, આ 6 સીએમ નહિ થાય સામેલ
PM Modi to chair Niti Aayog meet today: પીએમ નરેન્દ્ર મોદી શનિવારે, 27 મેના રોજ નીતિ આયોગની બેઠકની અધ્યક્ષતા કરશે. 6 વિપક્ષી મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની 8મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે 21 વિપક્ષી પાર્ટીઓએ 28 મેના રોજ નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે. તેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો (LGs)નો સમાવેશ થાય છે.

નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેનારા મુખ્યમંત્રીઓમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ(આપ), પંજાબના સીએમ ભગવંત માન(આપ), પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી (તૃણમૂલ કોંગ્રેસ), બિહારના સીએમ નીતિશ કુમાર (જનતા દળ યુનાઇટેડ), તેલંગાણાના સીએમ, કે ચંદ્રશેખર રાવ (ભારત રાષ્ટ્ર સમિતિ) અને તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન (દ્રવિડ મુનેત્ર કઝગમ)નો સમાવેશ થાય છે.
આ બેઠકમાં આઠ મુખ્ય વિષયો MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલન ઘટાડવું, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિકસિત ભારત માટે રોડ મેપ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
બિહારના એક વરિષ્ઠ કેબિનેટ મંત્રીએ શુક્રવારે કહ્યું, 'અમારા સીએમ નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. શનિવારે દિલ્હી જવાનો તેમનો કોઈ કાર્યક્રમ નથી.'
કેજરીવાલના આમ આદમી પાર્ટીના સાથીદાર અને પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યુ હતુ કે તેઓ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકથી દૂર રહેશે કારણ કે કેન્દ્ર સરકાર "ખેડૂતોને લગતા" મુદ્દાઓને અવગણી રહી છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે સીએમ મમતા બેનર્જી બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે કહ્યુ કે તેમણે તેમના પ્રતિનિધિ તરીકે નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને મુખ્ય સચિવ એચકે દ્વિવેદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ કેન્દ્રએ જવાબ આપ્યો કે માત્ર મુખ્યમંત્રી જ હાજરી આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
