બિપ્લવ દેબના નિવેદનો થી પીએમ મોદી અને શાહ નારાજ
ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ સતત પોતાના વિવાદિત નિવેદનોને કારણે મીડિયાના નિશાના પર છે.
ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ સતત પોતાના વિવાદિત નિવેદનોને કારણે મીડિયાના નિશાના પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવાદિત નિવેદનોને કારણે ત્રિપુરા સીએમ બિપ્લવ દેબને મળવા માટે બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિપ્લવ દેબને 2 મેં દરમિયાન દિલ્હીમાં પ્રધાનમંત્રી અને અમિત શાહ સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા છે. ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ઘ્વારા પહેલા મહાભારત સમયમાં ઈન્ટરનેટની વાત કહી, ત્યારપછી સિવિલ એન્જીનીયરને અજીબ સલાહ આપી. એટલું જ નહીં પરંતુ ડાયના હેડન પર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે.
બીજેપી નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા બિપ્લવ દેબના વિવાદિત નિવેદનોને કારણે નારાજ છે. દેબ કઈ પણ બોલી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આ વર્ષે બીજેપીએ ત્રિપુરામાં સીપીએમ ના 25 વર્ષ જુના શાશન નો અંત કરીને પોતાની સરકાર બનાવી. એટલું જ નહીં પરંતુ બીજેપીએ બિપ્લવ દેબને મુખ્યમંત્રી પણ બનાવ્યા.
ત્રિપુરા સીએમ બિપ્લવ દેબના વિવાદિત નિવેદનો..

ઈન્ટરનેટ અને સેટેલાઇટ
મહાભારત કાળથી ઈન્ટરનેટ અને સેટેલાઇટ સુવિધા ઉપલબ્ધ હતી. સંજયે ધુતરાષ્ટ્ર ને મહાભારતનો આંખે જોયેલો હાલ બતાવ્યો. જેનાથી સાબિત થાય છે કે મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ સુવિધા ઉપલબ્ધ હતી.

ડાયના હેડન પર વિવાદિત નિવેદન
મુખ્યમંત્રી બિપ્લવ દેવે કહ્યું કે આજે મહિલાઓ સુંદરતા માટે બ્યૂટી પાર્લર પર નિર્ભર છે જ્યારે ભારતીય મહિલાઓ આવું નથી કરતી. 1997 માં મિસ ઈન્ડિયા વર્લ્ડ બનેલી ડાયેના હેડનને તેઓ આને લાયક નથી સમજતા અને કહે છે કે શું તમને લાગે છે કે તે આના લાયક હતી. બિપ્લવ દેવે કહ્યું કે સૌદર્ય પ્રતિયોગીતાઓના આયોજક આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ માફિયા પહેલા છોકરીઓને ભરતી કરે છે અને પછી તેમને રેમ્પ પર ચલાવે છે. અહીં પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે કે કોને એવાર્ડ આપવાનો છે.

મેકેનિકલ એન્જીનીયર ને સલાહ
આ પહેલા બિપ્લવ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેકેનિકલ એન્જીનીયરે સિવિલ સેવામાં નહીં જવું જોઈએ. જયારે સિવિલ એન્જીનીયર સિવિલ સેવામાં જઈ શકે છે. તેમને જણાવ્યું કે પહેલા આર્ટસમાં અભ્યાસ કરનાર લોકો જ સિવિલ સેવા પરીક્ષામાં બેસતા હતા, પરંતુ હવે ડોક્ટર અને એન્જીનીયર પણ બેસી રહ્યા છે. બિપ્લવ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સિવિલ એન્જીનીયર પાસે સમાજને સારું નિર્માણ કરવાનું જ્ઞાન હોય છે.

75 હજારની લોનથી દર મહિને 25 હજારની કમાણી
મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવા પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 75 હજારની લોન લઈને દર મહિને 25 હજારની કમાણી કરી શકે છે. તેમને જણાવ્યું કે લોકોની એવી સોચ છે કે ગ્રેજ્યુએટ ખેતી નહીં કરી શકે, મરઘીઓ નહીં ઉછેરી શકે કારણકે તેમને સ્તર નીચે ચાલ્યું જશે. તેમને આગળ જણાવ્યું કે સતત વિકાસ માટે આવી યોજના અગત્યની ભૂમિકા નિભાવે છે.

પાનની દુકાન લગાવે
યુવાનો ઘણા વર્ષોથી રાજનીતિક દળો અને સરકારી નોકરી પાછળ પડ્યા છે. તેઓ પોતાના જીવનનો અગત્યનો સમય સરકારી નોકરીની શોધમાં ભટકીને બરબાદ કરી રહ્યા છે. પરંતુ તે યુવાન સરકારી નોકરીની તલાશ કરવાને બદલે પાનની દુકાન લગાવે તો તેના બેંક એકાઉન્ટમાં અત્યારે 5 લાખ રૂપિયા આવી જાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
