Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનુ શીશ ઝૂકાવી દીધુઃ રાહુલ ગાંધી, જાણો નેતાઓની પ્રતિક્રિયા

પીએમ મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચતા રાહુલ ગાંધી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને પી. ચિદમ્બરમ સહિત તમામ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 9 વાગે રાષ્ટ્રના નામે સંબોધન કરીને ગુરુ નાનક જયંતિ પર ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પાછા ફરવાની પણ અપીલ કરી અને ખેડૂતોની માફી માંગી. કૃષિ કાયદા પાછા લેવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને પી. ચિદમ્બરમ સહિત તમામ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી. વળી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારની શીશ ઝૂકાવી દીધુ છે. અન્યાય સામે આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદુના ખેડૂત!

ચૂંટણીના ડરથી પ્રેરિત છે આઃ પી ચિદમ્બરમ

પી. ચિદમ્બરમે કહ્યુ લોકતાંત્રિક વિરોધથી જે મેળવી નથી શકાતુ તે ચૂંટણીના ડરથી સરળતાથી મેળવી શકાય છે! ત્રણે કૃષિ કાયદા પાછા લેવા પર પીએમની ઘોષણા નીતિ પરિવર્તન કે હ્રદય પરિવર્તનથી પ્રેરિત નથી. આ ચૂંટણીના ડરથી પ્રેરિત છે!

આ પીએમ મોદીના અહંકારની હારઃ સીએમ ગહેલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યુ કે ત્રણ કાળા કાયદાની વાપસીની જાહેરાત લોકતંત્રની જીત તેંમજ મોદી સરકારના અહંકારની હાર છે. આ છેલ્લા એક વર્ષથી આંદોલનરત ખેડૂતોની ધીરજની જીત છે. દેશ ક્યારેય નહિ ભૂલી શકે કે મોદી સરકારની અદૂરદર્શિતા તેમજ અભિમાનના કારણે સેંકડો ખેડૂતોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. હું ખેડૂત આંદોલનમાં શહીદી આપનાર બધા ખેડૂતોને નમન કરુ છુ. આ તેમના બલિદાનની જીત છે.

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ આ યોગ્ય દિશામાં પગલુ

નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યુ કે કાળા કાયદાને પાછા લેવા એ યોગ્ય દિશામાં એક પગલુ. ખેડૂત મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી. તમારા બલિદાનથી આ સંભવ બન્યુ છે. પંજાબમાં એક રોડ મેપ દ્વારા ખેતીને પુનર્જીવિત કરવી પંજાબ સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.

અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો

અમરિંદર સિંહે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ગ્રેટ ન્યૂઝ, ગુરુનાનક જયંતિના પવિત્ર અવસર પર દરેક પંજાબીની માંગો માનવા અને 3 કાળા કાયદાને પાછા લેવા માટે પીએમ મોદીનો આભાર. મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે મળીને કામ કરતી રહશે.'

કેજરીવાલે કહ્યુ ખેડૂતોનુ બલિદાન યાદ રહેશે

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે આજે પ્રકાશ દિવસના દિવસે કેટલી મોટી ખુશખબરી મળી. ત્રણે કાયદા રદ. 700થી વધુ ખેડૂતો શહીદ થઈ ગયા. તેમની શહીદી અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે કઈ રીતે દેશના ખેડૂતોએ પોતાના જીવની બાજી લગાવીને ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારા નમન...

અનિલ વિજે કહ્યુ પીએમ મોદીનો આભાર માને ખેડૂત સંગઠન

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ગુરુ નાનક જયંતિના પ્રકાશ ઉત્સવ પર ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત પર બધા ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ અને પોતાના ધરણા તરત ઉઠાવીને પોત-પોતાના ઘરે જઈને નિયમિત કામોમાં લાગી જવુ જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X