વિરોધ કરી થાકેલા સાંસદને મોદીએ પાયું પાણી

સંસદમાં મચેલા ભારે હંગામાના કારણે બંને ગૃહોની કાર્યવાહી પર અસર થઇ રહી છે. ત્યારે બુધવારે સંસદમાં એવી ઘટના બની કે તમે ક્યારેય કલ્પના સુદ્ધાં નહીં કરી હોય. આમ આદમી પાર્ટીના સાંસદો દ્વારા મોદી વિરોદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે અતિ રસદાયક ઘટના ઘટી.

Narendra modi

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઓફિસે સીબીઆઇએ દરોડા પાડ્યા હોવાના કારણે આપના સાંસદોએ સંસદમાં મોદી વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. દરમિયાન આપના સાંસદ ભગવંત માન પણ બરાળા પાડીને મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ સમયે માનને બેચેની અનુભવાતાં તેમણે પાણી શોધવા માટે આજુબાજુ જોયું પરુંતુ માનને પાણી ક્યાંય નજરે ન પડ્યું.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો પાણીનો ગ્લાસ માનને આપ્યો. મોદીનો વિરોધ કરી રહેલા સાંસદ માને પાણી પીધા બાદ હસીને મોદીનો આભાર માન્યો. આ ઘટનાને પગલે વિપક્ષના નેતા સોનિયા ગાંધી સહિત તમામ લોકો હસી પડ્યા હતા. સાંસદોએ બેંચ થપથપાવીને ઘટનાનું સ્વાગત કર્યું હતું. જો કે પાણી પીધા બાદ માને ફરી મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર શરૂ કરી દીધા અને મોદીએ હસતાં હસતાં પોતાનો પાણીનો ગ્લાસ ઢાંકી દીધો.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારના કેસમાં સીબીઆઇએ છાપો મારતાં કેજરીવાલ મોદી પર ભડકી ગયો હતો અને મોદીને કાયર અને મનોરોગી ગણાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X