નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને મળ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલેકે મંગળવારે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત કરી હતી. અભિજીત બેનર્જીના જણાવયા અનુસાર આ તેમની પ્રથમ મુલાકાત હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલેકે મંગળવારે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત કરી હતી. અભિજીત બેનર્જીના જણાવયા અનુસાર આ તેમની પ્રથમ મુલાકાત હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ અભિજીત સાથે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા વિશે ઘણી બાબતોની ચર્ચા કરી હતી. અભિજીત બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઇએ કે 2019ના વર્ષમાં જે લોકોને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તેમાં અભિજીતની પત્ની એશ્યર ડુફેલોનો પણ સમાવેશ થાય છે.

અમલદાર શાહીને બદલી રહ્યા છે PM
અભિજીતે PM મોદી સાથેની મુલાકાત બાદ કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમનો કીમતી સમય મને આપ્યો એટલે હુ ભાગ્યશાળી છું. તેમણે મને જણાવ્યું કે તેઓ ભારત દેશ માટે શુ વિચારે છે. આ ખરેખર ખુબ ખાસ હતું કારણ કે કોઇ પણ ફક્ત નીતિઓ વિશે સાંભળવા માંગે છે પરંતું શાયદ જ કોઇ સાંભળવા માંગતું હોય છેકે આની પાછળનો વિચાર શું છે. તેમણે મને જણાવ્યું કે તેઓ શાસનને કેવા નજરીયાથી જોવે છે. આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે દેશમાંથી અમલદાર શાહીને બદલીને તેને પ્રતિક્રિયાત્મક બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
#NobelLaureate #AbhijeetBanerjee speaks on his meeting with PM @narendramodi . On some interesting stuff that went on in that meeting. pic.twitter.com/v7L5b5olII
— Nistula Hebbar (@nistula) October 22, 2019
ઘણા વિષયો પર થઇ લાંબી ચર્ચા
અભિજીતના જણાવ્યા અનુસાર અફસરશાહી જમીન સાથે જોડાયેલી હોવી જોઇએ. આ સાથે અભિજીતે PM મોદીનો આભર પણ માન્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મુલાકાત પછી કહ્યું હતું કે બેનર્જી સાથે ઘણા વિષયો પર થયેલી ચર્ચા સ્વસ્થ અને વિસ્તૃત રહી હતી. PM મોદીએ ટ્વીટ કરીને અભિજીત બેનર્જીના વખાણ કર્યા હતા.
Excellent meeting with Nobel Laureate Abhijit Banerjee. His passion towards human empowerment is clearly visible. We had a healthy and extensive interaction on various subjects. India is proud of his accomplishments. Wishing him the very best for his future endeavours. pic.twitter.com/SQFTYgXyBX
— Narendra Modi (@narendramodi) October 22, 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
