મોદી સરકારની મોટી પહેલ: બ્યૂરોક્રેટ્સની સેવા નિયમોમાં ફેરફાર, હવે ફેંસલો લેવાની વધુ આઝાદી
નવી દિલ્હી, 8 ઓગષ્ટ: કેન્દ્ર સરકારે એક મોટી પહેલ કરતાં એ સુનિશ્વિત કરવા માટે સેવા નિયમોમાં ફેરફાર કર્યા છે કે ભારતીય વહીવટી સેવા (આઇએએસ), ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) અને ભારતીય વન સેવા (આઇએફએસ)ના અધિકારી પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે 'ઉચ્ચ નૈતિકતા' તથા 'રાજકીય નિષ્પક્ષતા' જાળવી રાખે.
મોદી સરકાર દ્વાર સેવા નિયમોમાં લગભગ 40 વર્ષ બાદ પરિવર્તન કરીને ઓફિસરોને નિર્ણય લેવાની વધુ આઝાદી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસર કોઇની સાથે ભેદભાવ ન કરે.

નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓને જનતા, ખાસકરીને નબળા વર્ગો પ્રત્યે એવો વહેવાર ન કરવો જોઇએ. કાર્મિક તથા ટ્રેનિંગ વિભાગ (ડીઓપીટી) દ્વારા નોટિફાઈડ ઓલ ઇન્ડિયા સેવા (આચાર-વ્યવહાર) સંશોધન નિયમ, 2014માં અધિકારીઓ માટે આ જરૂરી ગણવામાં આવી છે કે તે પોતાના સાર્વજનિક કર્તવ્યો સાથે જોડાયેલા કોઇ અંગત હિતનો ખુલાસો પોતે કરે અને ટકરાવની સ્થિતીનો સામનો કરવા માટે એવા પગલાં ભરે જેથી જનહિતનું સંરક્ષણ હોય.
નિયમો અનુસાર અધિકારીઓને કોઇ વ્યક્તિ અથવા સંગઠનનું કોઇ એવું નાણાકીય અથવા અન્ય સહાય લેવી ન જોઇએ જેથી તેના આધિકારીક કર્તવ્ય પ્રભાવિત થાય. ડીઓપીટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે અખિલ ભારતીય સેવા એટલે કે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસના કોઇ અધિકારીને સિવિલ સેવક તરીકે પોતાના પરિવાર અથવા પોતાના મિત્રોને નાણાકીય અથવા ભૌતિક ફાયદા માટે ક્યારેય પોતાનો પદનો ખોટો ઉપયોગ કરવો ન જોઇએ. નિયમોમાં કહેવામાં આવ્યું છે કે અખિલ ભારતીય સેવાના અધિકારી પોતાના આધિકારીક કર્તવ્યોના પાલનમાં ગોપનીયતા વર્તશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
