Karnataka elections : કર્ણાટકની ચૂંટણીમાં દેખાશે PM મોદી અને CM યોગી મેજીક, 4 મેથી કરશે કાર્યક્રમોની શરૂઆત
Karnataka elections : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સાથે અન્ય ઘણી પાર્ટીઓ સભાઓ ગજવી રહી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 4 મેના રોજ વડાપ્રધાન મોદી કર્ણાટકના ઉડુપીની મુલાકાત લઇ શકે છે.
વડાપ્રધાન આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક સંમેલનમાં ભાગ લઇને તેમનો ઉત્સાહ વધારશે. આ સાથે એવી પણ માહિતી છે કે, વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કર્ણાટક આવે તેવી શક્યતા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, PM મોદીની મુલાકાતને લઈને શહેરમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કર્ણાટકના ઉડુપીના દરિયાકાંઠાના જિલ્લાની વડાપ્રધાનની મુલાકાત ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ છે. ઉડુપી ચિકમંગલુર લોકસભા સીટમાં આઠ વિધાનસભા સીટ છે, ઉડુપીમાં ચાર અને ચિકમંગલુરમાં પાંચ છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આઠમાંથી સાત બેઠકો જીતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ઓછામાં ઓછી 15-20 રેલીઓને સંબોધિત કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે, PM મોદી 10 મેની ચૂંટણી પહેલા કર્ણાટકમાં 15-20 રેલીઓ કરશે.
આ દરિયાકાંઠાના જિલ્લામાં મોટાભાગના હિન્દુ સમુદાયના લોકો વસે છે. ભાજપ આ વિસ્તારમાં હિન્દુ વોટ બેંક માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ગણતરી કરી રહી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આદિત્યનાથે દક્ષિણના રાજ્યોમાં મોટાપાયે પ્રચાર કર્યો હતો.
ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં ભાજપને સતત બીજી જીત તરફ દોરી ગયા પછી, તેઓ રાજ્યની ચૂંટણીમાં પાર્ટીના સ્ટાર પ્રચારકોમાંના એક છે.
અત્રે નોંધનીય છે કે, કર્ણાટકમાં 10 મેના રોજ માત્ર એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેની મતગણતરી 13 મેના રોજ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
