PM Modi : વડાપ્રધાન પદની શપથ લેતા જ એક્શન મોડમાં મોદી, સૌથી પહેલા ખેડૂતોને આપી ભેટ
PM Modi: વડાપ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ આજેવડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીએ આજે સૌથી પહેલા એક મહત્વની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા.
વાસ્તવમાં નરેન્દ્ર મોદીએ PM કિસાન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટે તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.
ખેડૂતોનું કલ્યાણ અમારું ધ્યાન છે : મોદી - કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કિસાન નિધિ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા અને ખેડૂતો પ્રત્યે તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકારનું ધ્યાન ખેડૂતોના કલ્યાણ પર છે અને અમે તેના માટે પ્રતિબદ્ધ છીએ.
ખેડૂતોને લગતી વધુ નવી જાહેરાતો શક્ય છે - મોદી સરકાર આવનારા સમયમાં ખેડૂતોને લગતી ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. PMએ આજેકહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેથી, તે યોગ્ય છે કે તમે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ વધુ કામ કરવા માંગીએ છીએ.

મોદી સતત ત્રીજી વખત PM બન્યા, હવે વિભાગની વહેંચણી પર ફોકસ - ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા અને આજે સવારે જ સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યભાર સંભાળ્યો હતો. સરકાર બન્યા બાદ મોદી હવે વિભાગોની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. મોદી કેબિનેટની પ્રથમ બેઠક આજે જ મળવાની સંભાવના છે.
#WATCH | PM Narendra Modi today took charge as the Prime Minister, in New Delhi.
— ANI (@ANI) June 10, 2024
After being sworn in as Prime Minister for the 3rd time, PM Narendra Modi signed his first file authorising the release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers and… pic.twitter.com/G4ownB0NFh
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
