પિજ્જા ડિલીવરી બૉયમાં મળ્યો કોરોના વાયરસ, દિલ્હીના 72 પરિવારોને ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા
પિજ્જા ડિલીવરી બૉયમાં મળ્યો કોરોના વાયરસ, દિલ્હીના 72 પરિવારોને ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા
નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસનુ સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અત્યાર સુદીના આંકડાઓ મુજબ દેશમા કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12380 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોરોના વાયરસ અત્યાર સુધીમાં 414 લોકોના જીવ લઈ ચૂક્યો છે. આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો એક દંગ કરી દેતો મામલો સામે આવ્યો છે. જણાવી દઈએ કે દિલ્હીના દક્ષિણી વિસ્તારમાં પિજ્જા ડિલીવરી બૉય કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો. પિજ્જા ડિલીવરી બૉય કોરોના પોઝિટિવ હોવાની સૂચના મળ્યા બાદદક્ષિણી દિલ્હીના 72 પરિવારોને સેલ્ફ ક્વારંટાઈનમાં રહેવાના નિર્દેશ આપવાાં આવ્યો છે.

માલવીય નગર વિસ્તારનો મામલો છે
દક્ષિણી દિલ્હીના ડીએમ બીએમ મિશ્રા મુજબ રાજધાનીના માલવીયા નગર વિસ્તારમાં એક મશહૂર પિજ્જા ચેનનો ડિલીવરી બૉયમાંકોરોના પોઝિટિવ મળ્યા બાદ ડીએમે વિસ્તારના 72 પરિવારોને સેલ્ફ ક્વારંટાઈનમાં રહેવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત પિજ્જા આઉટલેટના 16 કર્મચારીઓને પણ ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા છે. સાથે જે ઘરોમાં આ ડિલીવરી બૉયે પિજ્જા પહોંચાડ્યા છે તે ઘરોની ઓળખ માટે પણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

લોકોએ ડરવાની જરૂરત નથી
ડીએમ બીએમ મિશ્રાએ જણાવ્યું કે, તપાસ કરવા પર માલૂમ પડ્યું કે આ આઉટલેટથી 72 ઘરને પિજ્જા ડિલીવરી થઈ હતી, માટે તમામને સાવચેતી દાખવવા સલાહ આપતા સેલ્ફ ક્વારંટાઈનમાં રહેવાનું કહી દેવામાં આવ્યું છે. આ મામલે ડરવાની જરૂરત નથી, કેમ કે બધા ડિલીવરી બૉયને માસ્ક પહેરવા અને પિજ્જા ડિલિવરી કરતી વખતે સુરક્ષા ઉપાયોનું પાલન કરવાની જાણકારી આપવામાં આવી હતી. જો કે સાવચેતી તરીકે ડિલીવરી બૉયના સંપર્કમાં આવેલા લોકોને ક્વારંટાઈનમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ડિલીવરી બૉયના સપર્કમાં આવેલા લોકોને મોનિટર કરાઈ રહ્યા છે
મામલાની જાણકારી ડીએમ બીએમ મિશ્રાએ જણાવ્યું કે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડિલીવરી બૉયનો ઈલાજ શરૂ કરી દેવાયો છે. તે હાલ હોસ્પિટલમાં છે અને તેના સંપર્કમાં આવેલા લોકોને નિયમિત રીતે મોનિટર કરવામાં આવી રહ્યા છે. રેસ્ટોરાંને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલ સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેની તપાસ કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 414 લોકોના મોત
જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 941 નવા મામલા સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયાં છે. મંત્રાલય મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના મામલા વધીને 12380 થઈ ગઈ છે. જેમાં 10477 સક્રિય મામલા છે, 1489 લોકો ઠીક થઈ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 414 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
