આ વર્ષે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે જરૂરી નથી પીએચડી, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
કેન્દ્ર સરકારે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા બનાવવાની યોજના પર હાલમાં રોક લગાવી દીધી છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા બનાવવાની યોજના પર હાલમાં રોક લગાવી દીધી છે. સરકારે આ નિર્ણય કોવિડ-19 મહામારીના કારણે લીધો છે. આના કારણે આ વર્ષમાં આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા તરીકે રાખવામાં નહિ આવે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપી છે.

કોરોના વાયરસ મહામારીના કારણે અટક્યુ હતુ પીએચડી
વાસ્તવમાં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(યુજીસી)એ 2018માં વિશ્વવિદ્યાલયો અને કૉલેજોમાં પ્રવેશ સ્તરના પદો પર ભરતી માટે માનદંડ નક્કી કર્યા હતા. યુજીસીએ ઉમેદવારોને પોતાનુ પીએચડી પૂરુ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપ્યો હતો અને બધી વિશ્વવિદ્યાલયો અને કૉલેજોને 2012-22ના શૈક્ષણિક સત્રમાં નવી નિયુક્તિઓ દરમિયાન આ માનદંડને લાગુ કરવા માટે કહ્યુ હતુ. જો કે મહામારીના કારણે ઘણા ઉમેદવારે પોતાનુ પીએચડી પૂરુ કરી શક્યા નહોતા. તેમણે સરકારને આ વર્ષે આ નવા માનદંડમાં ઢીલ આપવાની અપીલ કરી હતી.
લોકોની અપીલ બાદ લીધો નિર્ણય
આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, 'સરકારે આ વર્ષ માટે સહાયક પ્રોફેસર પદ માટે પીએચડીની અનિવાર્યતા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. અમને એવા ઉમેદવારો પાસેથી ઘણા બધા અનુરોધ મળી રહ્યા હતા જે આ પદ માટે આવેદન કરવા માંગતા હતા પરંતુ પોતાની પીએચડીની અનિવાર્યતાને પૂરી કરવામાં અસમર્થ હતા.'
NET પાસ કરનારની થશે ભરતી
એક અધિકારીએ જણાવ્યુ કે, 'સ્નાતકોત્તર ડિગ્રીવાળા ઉમેદવાર જેમણે રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા(NET) પાસ કરી છે, તે પદ પર ભરતી માટે પાત્ર બની રહેશે. યુજીસી જલ્દી આ નિર્ણય અંગે બધા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક સર્ક્યુલર જાહેર કરશે. આ કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને બધી ખાલી સીટોને જલ્દી ભરવામાં મદદ મળશે.' તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં શિક્ષણ મંત્રીએ બધા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોને ઓક્ટોબરના અંત સુધી 6000 વિષમ શિક્ષણ ખાલી સ્થાનોને ભરવા માટે કહ્યુ હતુ.
દિલ્લી વિશ્વ વિદ્યાલય શિક્ષણ સંઘના સભ્ય આભા દેવ હબીબે સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપીને કહ્યુ, 'આનાથી વિશ્વવિદ્યાલયના વિભાગોમાં એડ હોક શિક્ષકોને મદદ મળશે જેમની પુનર્નિયુક્તિ આ અનિવાર્ય પીએચડીના કારણે પેન્ડીંગ રાખવામાં આવી હતી.' તમને જણાવી દઈએ કે ડુટા(DUTA)ના પ્રતિનિધિઓએ 15 સપ્ટેમ્બરના રોજ યુજીસીના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
