લોકોને પસંદ છે દેખાવડા રાજનેતાઓ

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકો વોટ આપતી વખતે સુંદરતાને પણ ધ્યાનમાં રાખે છે. તે લોકો આ વાત પર વધુ ધ્યાન આપતાં નથી પરંતુ ઉમેદવારની શારિરીક રૂપરેખા મતદારની પસંદગીને પ્રભાવિત કરે છે.
જનરલ ઑફ નોન બિહેવિયરલના અનુસાર રાજકારણીઓની છાપની અસર લોકોના મગજ પર ખૂબ વર્તાય છે. આટલું જ નહી તેમના હાવભાવ અને તેમની અસલી 'લાઇફ સ્ટાઇલ'ની પણ અસર પડે છે.
યુનિવર્સિટી કોલેજ ઑફ બ્રિટેનના ક્રિસ્ટોફર ઓલિવોલા અને પ્રિંસટન યુનિવર્સિટીના એલેઝેન્ડર ટોદોરોવના અભ્યાસ અનુસાર લોકો રાજકારણીઓની સુંદરતાની ઉંડી અસર લોકોના મતદાન પર પડે છે. જે રાજકારણીઓ અભણ છે અથવા ઓછું ભણેલા છે તથા જુઠ્ઠુ બોલે છે અને દેશ અને દુનિયાન સમાચારથી કે અજાણ છે તેવા રાજકારણી પર ખૂબ અસર પડે છે.
શું ગણિત છે?
કોઇ વસ્તુનો પ્રથમ અનુભવ આપણી પસંદ પર ઘણી અસર પાડે છે. આપણે તેની છબિને આપણા મગજમાં બનાવી લઇએ છીએ તથા તેની સમીક્ષા કરી તેના સંબંધિત અભિપ્રાય વિકસિત કરી લઇએ છીએ. લોકો જ્યારે કોઇ રાજકારણીને જુએ છે તો તેના સબંધિત અભિપ્રાય અને તેની છાપ તેના મગજમાં તૈયાર કરી લે છે.
જે લોકો ઓછું ભણેલા છે તથા વધુ ટીવી જોવે છે અને લોકોથી વધારે પ્રભાવિત થઇ જાય છે. તેમની રાજકારણીઓના દેખાવની ખૂબ જ અસર પડે છે. જ્યારે તેઓ વોટ આપવા જાય છે ત્યારે તેમને પોતાને પસંદગી માટે કોઇના અને કોઇના આધારની જરૂર પડે છે. ઘણા બધા મુદ્દાઓ વચ્ચે તેમનું મગજ સૌથી ટુંકો રસ્તો અપનાવશે એટલે કે શોર્ટકટ. આ શોર્ટકટ તેમને રાજકારણીઓની શારિરીક અવસ્થામાંથી મળે છે કારણ કે તે મતદાતા સૌથી પહેલાં તેને જુએ છે.
એટલા માટે મતદાન કરતી વખતે તેની પસંદગી તે ઉમેદવાર પર અટકે છે જે સુંદર હોય. આ સુંદર ઉમેદવારના ચહેરાની, તેની હસી, તેની ગંભીરતા અને તેના શારિરીક સૌષ્ઠવ વગેરે પર નિર્ભર છે.
ક્રિસ્ટોફર ઓલિવોલાનું કહેવું છે કે રાજકારણીઓની શારિરીક છાપ સાથે જોડાયેલા મતદાતાને જાગૃત કરવા આસાન કામ નથી. કેટલીકવાર રાજકારણીઓને એ પણ ખબર હોતી નથી કે તેમની સુંદરતાના કારણે તે મતદાતાની પસંદગી બન્યા છે. જો આ અંગે તેમને પૂછવામાં આવે તો તે ના કહી છે અને તેમની ખૂબીને ગણાવવા લાગે છે.
વાસ્તવિકતા એ હોય છે કે મતદાતા ઉમેદવાર અને તેની પાર્ટીની નિતીઓથી અજાણ હોય છે અને માત્ર ઉમેદવારની સુંદરતાના આધારે તેની પસંદગી કરે છે. ત્યારે આવા સમયે આ પ્રકારના મતદાતાઓને શિક્ષિત કરવા અને તેમને તેમના વોટનું મહત્વ સમજાવવાની તાતી જરૂરિયાત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
