Parliament Winter Session: સંસદનુ શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર સુધી, જાણો મહત્વની વાતો
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે જણાવ્યુ કે સંસદનુ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે.
Parliament Winter Session: કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે જણાવ્યુ કે સંસદનુ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે, 'સંસદનુ શિયાળુ સત્ર 7 ડિસેમ્બર 2022થી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં 23 દિવસમાં 17 બેઠકો થશે. અમૃતકાળ વચ્ચે સત્ર દરમિયાન કાયદાકીય કામકાજ અને અન્ય મતો પર ચર્ચા થવાની અપેક્ષા છે. અમે રચનાત્મક ચર્ચા માટે તૈયાર છીએ.'

વર્તમાન સાંસદોના નિધનને ધ્યાનમાં રાખીને આગામી સત્રના પ્રથમ દિવસ સ્થગિત થવાની શક્યતા છે. સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ પણ વર્તમાન સાંસદોમાં સામેલ છે જેમનુ તાજેતરમાં નિધન થયુ છે. મીડિયા અહેવાલો મુજબ તાજેતરના મહિનાઓમાં કોવિડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયના મોટાભાગના સભ્યો અને કર્મચારીઓને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. તેથી સંભવ છે કે આ વખતે સંસદનુ શિયાળુ સત્ર કોઈપણ મોટા કોવિડ-પ્રેરિત નિયંત્રણો વિના યોજાય.
સરકાર આગામી શિયાળુ સત્ર દરમિયાન પસાર થવાના બિલોની યાદી તૈયાર કરશે. જ્યારે વિપક્ષ તાકીદની બાબતો પર ચર્ચા માંગશે. સંસદનુ આ પહેલુ સત્ર હશે જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, જે રાજ્યસભાના અધ્યક્ષ છે તેઓ રાજ્યસભાની કાર્યવાહીનુ સંચાલન કરશે. અગાઉ ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થયુ હતુ અને 8 ઓગસ્ટના રોજ સ્થગિત કરવામાં આવ્યુ હતુ. આ સત્રમાં 22 દિવસના સમયગાળામાં 16 સત્રો થયા હતા. લોકસભામાં સત્ર દરમિયાન છ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. છેલ્લા સત્ર દરમિયાન લોકસભા દ્વારા સાત બિલ અને રાજ્યસભા દ્વારા પાંચ બિલ પસાર કરવામાં આવ્યા હતા. એક બિલ પાછુ ખેંચવામાં આવ્યુ હતુ. સત્ર દરમિયાન સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવેલા બિલોની કુલ સંખ્યા 5 હતી. લોકસભાની ઉત્પાદકતા લગભગ 48 ટકા અને રાજ્યસભાની 44 ટકા જેટલી હતી.
પ્રહલાદ જોશી આજે ભારતીય જનતા પાર્ટી(BJP)ની 'સંસદ સ્થળાંતર યોજના' હેઠળ શહેરમાં હતા. તેમણે અહીં ભાજપ સાંસદ ધર્મપુરી અરવિંદના નિવાસસ્થાન પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે પત્રકારોને કહ્યુ કે ટીઆરએસના આ વલણ અને તેમની આ ગુંડાગીરીની હું નિંદા કરુ છુ. તેમણે આરોપ લગાવ્યો કે તેલંગાણા પહેલા એક અધિશેષ(સરપ્લસ) રાજ્ય હતુ પરંતુ હવે તે દેવાદાર રાજ્ય બની ગયુ છે.
Winter Session, 2022 of Parliament will commence from 7 December & continue till 29th December having 17 sittings spread over 23 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business & other items during the session. Looking forward for constructive debate. pic.twitter.com/4LnYvEaUmd
— Pralhad Joshi (@JoshiPralhad) November 18, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
