Parliament Special Session, Womens Reservation Bill : રાજ્યસભા પાસ થયા બાદ ક્યાં જશે મહિલા આરક્ષણ બિલ?
Parliament Special Session, Women's Reservation Bill: રાજ્યસભામાં પણ નારી શક્તિ વંદન અધિનિયન પાસ કરાવવા માટે મોદી સરકારને ઓછામાં ઓછી બે તૃતિયાંશ સાંસદોનું સમર્થનની જરૂર પડશે.
લોકસભામાં જે રીતે 454 સાંસદોએ તેને સમર્થનમાં મતદાન કર્યું હતું અને 2 સાંસદોએ તેનો વિરોધમાં મતદાન કર્યું હતું. તેનાથી એવું જણાઇ રહ્યું છે કે, સાંસદની સામાન્ય ભાવના આ બિલને પસાર કરાવવાની છે.

વિધાનસભાની મંજૂરીની જરૂર નથી - અહેવાલ - અગાઉ એવી બાબતો સામે આવી રહી હતી કે, આ બિલને લાગુ કરવા માટે ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની જરૂર પડશે, પરંતુ કેન્દ્ર સરકારના સૂત્રો કહે છે કે, એકવાર આ બિલ સંસદ દ્વારા પસાર થઈ જાય અને રાષ્ટ્રપતિની સંમતિ મળી જાય, તેની જોગવાઈઓ આપમેળે રાજ્યની વિધાનસભાઓને પણ લાગુ થશે. આ માટે એસેમ્બલીની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
વિધાનસભાની બેઠકો નક્કી કરવી એ સંસદનો વિશેષાધિકાર છે - ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓમાં બેઠકો નક્કી કરવાનો વિશેષાધિકાર સંસદ પાસે છે અને રાજ્ય વિધાનસભાઓની તેમાં કોઈ ભૂમિકા નથી. આ મુજબ બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહીથી બંધારણીય સુધારાને મંજૂરી મળશે અને નારી શક્તિ વંદન એક્ટ કાયદાનું સ્વરૂપ લેશે.
આ કાયદો પ્રથમ વખત 15 વર્ષ માટે લાગુ થશે - નારી શક્તિ વંદન એક્ટ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ છે. આ કાયદો તેના અમલની તારીખથી 15 વર્ષ સુધી અમલમાં રહેશે, અને સંસદ પાસે આ સમય મર્યાદા વધારવાની સત્તા હશે.
2025માં વસ્તી ગણતરી થઈ શકે છે - સંસદ દ્વારા તેને પસાર કર્યા પછી પણ, 2029ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલાઓ માટે 33 ટકા અનામત પ્રદાન કરવાની કોઈ આશા નથી. કારણ કે, તે પહેલા વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. વસ્તી ગણતરીનું કામ 2021 માં થવાનું હતું, પરંતુ કોવિડને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું અને હજુ શરૂ થયું નથી. આટલું જ નહીં, સંજોગો એવા છે કે, 2025 પહેલા આવું થાય તેવું જણાતું નથી.
છેલ્લું સીમાંકન 2002 માં થયું હતું - દેશના લોકસભા મતવિસ્તારોના સીમાંકન વિના 33 ટકા મહિલા ક્વોટાનો અમલ કરવો મુશ્કેલ છે. અગાઉ આ પ્રક્રિયા 2002માં થઈ હતી અને જે બાદ આ કામમાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકસભામાં આપવામાં આવેલા સંકેતો અનુસાર, 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી જ વસ્તી ગણતરીનું કામ શરૂ થઈ શકે છે. ઐતિહાસિક રીતે, આ 1 એપ્રિલથી 28 ફેબ્રુઆરી વચ્ચેના નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવ્યું છે.
ટેક્નોલોજીના વિસ્તરણ સાથે આ કામ ઝડપથી થાય તેવી શક્યતા વધી ગઈ છે. આવી જ રીતે, ટેક્નોલોજી પણ સીમાંકનના કામમાં મદદ કરે તેવી શક્યતા છે, પરંતુ જો વસ્તી ગણતરી 2025 માં જ શરૂ થાય અને તે પછી જો સીમાંકન દોઢથી બે વર્ષનો સમય લે, તો કોઈપણ રીતે આ બિલ લાગુ કરવા માટે આપણે 2029 ની ચૂંટણીની રાહ જોવી પડશે. હાલમાં, તે પહેલા તેની તકો કોઈ પાસે નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
