Parliament Session 2024: PM મોદીના શપથ દરમિયાન રાહુલ ગાંધીએ લહેરાવ્યું સંવિધાન, જુઓ વાયરલ વીડિયો
Parliament Session 2024: 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે તમામ ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન ગૃહમાં ઘણી મોટી ઘટનાઓ જોવા મળી હતી.
ઈન્ડિયા ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી તેના 37 સાંસદો સાથે બંધારણની કોપી સાથે પહોંચી હતી. તો શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને બંધારણનું પુસ્તક બતાવ્યું હતું.
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ લોકસભા સાંસદ તરીકે શપથ લીધા હતા. જ્યારે વડાપ્રધાન મોદીનું નામ બોલાવવામાં આવ્યું, ત્યારે મોદી તેમની ખુરશી પરથી ઉભા થયા અને સ્પીકરની ખુરશીની બાજુમાં આવેલી જગ્યા તરફ આગળ વધ્યા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને બંધારણની નકલ બતાવી હતી.
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહેતાબે પહેલા વડાપ્રધાન મોદીને શપથ લેવડાવ્યા હતા. આ પછી ભારતીય જનતા પાર્ટીના રાધા મોહન સિંહે પ્રિસાઇડિંગ ઓફિસર્સની પેનલના સભ્ય તરીકે શપથ લીધા હતા.
ભારતીય જનતા પાર્ટીના સભ્યો ફગ્ગન સિંહ કુલસ્તે અને રાધા મોહન સિંહ આગામી બે દિવસ સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં પ્રોટેમ સ્પીકર મહેતાબને મદદ કરશે.

વિરોધ પક્ષનો વિરોધ - રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને અમિત શાહ દ્વારા બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી અને અમે તે થવા દઈશું નહીં. તેથી જ શપથ લેતી વખતે અમે બંધારણ લાવ્યા છીએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારો સંદેશ છે કે, કોઈ સત્તા ભારતના બંધારણને સ્પર્શી શકે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી અને કેરળના વાયનાડથી જીત્યા છે.
વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી જીતેલા અવધેશ પાસી રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા. અયોધ્યા ફૈઝાબાદ સંસદીય મતવિસ્તારમાં આવે છે.
સત્ર શરૂ થાય તે પહેલા વિપક્ષી સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 18મી લોકસભા સત્રના પહેલા દિવસે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિવિધ વિરોધ પક્ષોના નેતાઓ એકતા દર્શાવવા માટે બંધારણની નકલો સાથે પહોંચ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ બંધારણને મહત્વનો મુદ્દો બનાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. વિપક્ષ પણ આ મુદ્દાને જનતા સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો.
INDIA गठबंधन जान की बाजी लगाकर संविधान की रक्षा करेगा. pic.twitter.com/bmBwsM6TOe
— Congress (@INCIndia) June 24, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
