Pakistani Medical Visa Deadline : પાકિસ્તાનીઓને અપાયેલી મુદ્દત પુરી, દેશ ન છોડનારા સામે શું કાર્યવાહી થશે?
Pakistani Medical Visa Deadline : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને અપાતી વિવિધ પ્રકારની વીઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી છે.
ભારત સરકારે કુલ 14 કેટેગરીના વીઝા રદ કર્યા છે, જેમાં મેડિકલ વીઝાની સમયમર્યાદા આજે મંગળવાર 29 એપ્રિલે પૂર્ણ થઈ રહી છે. પહેલાંના 13 પ્રકારના વીઝાની સમયમર્યાદા 27 એપ્રિલે જ પૂરી થઈ ચૂકી છે.

આ દરમિયાન અટારી બોર્ડર ઉપર પાકિસ્તાની નાગરિકો દ્વારા દેશમાં પરત ફરી રહેલા મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઘણા દર્દીઓ અને તેમના પરિવારજનો આ નિર્ણયથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે કે મેડિકલ વીઝાને લઈને ફરીથી વિચારે.
પાકિસ્તાની નાગરિક સમરિન નામની મહિલાએ જણાવ્યુ કે, હું સપ્ટેમ્બર 2024માં 45 દિવસના મેડિકલ વીઝા પર ભારત આવી હતી અને અહીં એક ભારતીય સાથે લગ્ન કર્યા છે. અત્યારસુધી લૉન્ગ ટર્મ વીઝા મળ્યો નથી અને હવે મને તાત્કાલિક ભારત છોડવા કહેવામાં આવી રહ્યું છે. અમે આ સ્થિતિમાં દોષી નથી, તો સજા કેમ?
અન્ય એક નાગરિક ઇરા દસ વર્ષથી દિલ્હીમાં વિવાહિત જીવન જીવી રહી છે. તેણીએ કહ્યું કે, મારી વીઝા કોરોના સમયે પૂર્ણ થઈ હતી. હું NORI વીઝાધારક છું, પરંતુ હવે કોઈક આતંકી ઘટનાને લીધે અમને દેશ પરત ફરવાના હુકમ મળી રહ્યા છે. અમારી ભૂલ શું છે?
આવા અનેક પાકિસ્તાની નાગરિકો છે જે આ નિર્ણયથી દુખી છે. પરંતુ ભારત સરકારનું વલણ કડક છે. જો આ નાગરિકો સમયમર્યાદા પૂરી થયા બાદ પણ ભારત નહીં છોડે, તો તેમની સામે ઇમિગ્રેશન અને વિદેશી નાગરિક કાયદ 2025 (Immigration and Foreigners Act 2025) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
PTIના અહેવાલ અનુસાર, જે પાકિસ્તાની નાગરિકો નિર્ધારિત સમયમર્યાદા અંદર ભારત છોડવામાં નિષ્ફળ રહેશે તેઓની ધરપકડ કરવામાં આવી શકે છે અને કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તેમની સામે ૩ વર્ષની જેલ અને ૩ લાખ સુધીનો દંડ અથવા બંનેની કાર્યવાહી થઈ શકે છે.
આ કાયદા મુજબ કોઈ પણ વિદેશી નાગરિક વીઝાની શરતોનું ઉલ્લંઘન કરે છે, અવધિ પુરી થયા બાદ રહે છે અથવા પ્રતિબંધિત વિસ્તારમાં વિધિવત મંજૂરી વિના પ્રવેશ કરે છે તો તેને કાયદેસર રીતે સજા મળવા પાત્ર ગણવામાં આવે છે.
આ સ્થિતીમાં ભારતીય સરહદમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકો માટે હવે ડેડલાઈન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જો સરકારના આદેશને અવગણશે તો કાનૂની પગલાં ભરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
