અમારૂ ધનુષ-બાણ ચોરી થયુ છે, ચોરીનો ઘટસ્ફોટ કરીશું-સંજય રાઉત
અહીં સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પર બીજેપી વોટ માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. હવે તેઓ મત માટે બાળાસાહેબના નામનો ઉપયોગ કરશે. આ માટે તેઓએ અમારૂ ધનુષ અને બાણ ચોરી લીધું છે.
નવી દિલ્હી : શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ એકનાથસિંદે જુથને સોંપાતા હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે અને ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સતત બીજેપી પર પ્રહારો કરી કર્યા છે. હવે સંજય રાઉતનું નિવેદન સામે આવ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે, અમારૂ ધનુષ અને બાણ' ચોરાઈ ગયા છે. આ ચોરીમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે. અમે સરગનાને શોધી કાઢીશું અને તેને લોકો સમક્ષ લાવીશું. સંજય રાઉતે કહ્યું કે અમને નવી પાર્ટીનું સિમ્બોલ તો પછી મળશે પરંતુ તે પહેલા અમે આ ચોરોનો પર્દાફાશ કરીશું.

અહીં સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પર બીજેપી વોટ માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. હવે તેઓ મત માટે બાળાસાહેબના નામનો ઉપયોગ કરશે. આ માટે તેઓએ અમારૂ ધનુષ અને બાણ ચોરી લીધું છે. શિવસેના કોઈ સામાન્ય પક્ષ નથી, અમે હંમેશા સાથે રહીશું અને ભવિષ્યમાં ફરી સત્તામાં આવીશું.
અહીં તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વપૂર્ણ નિર્ણય આપતાં ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથના નેતૃત્વવાળી શિવસેનાને ધનુષ અને બાણનું ચિહ્ન ફાળવ્યું છે. એકનાથ શિંદેએ અગાઉની મહારાષ્ટ્ર સરકાર સામે બળવો કરીને સત્તા કબજે કરી હતી. હવે શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને શિવસેનાનું નામ પણ મેળવવામાં સફળ થયા છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
