Opposition Unity : 14 જુલાઇના રોજ યોજાશે વિપક્ષી દળોની બેઠક, જાણો કયા યોજાશે બેઠક
વિપક્ષી એકતાની કવાયત વચ્ચે વિપક્ષી પાર્ટીની મહત્વની બેઠક 14 જુલાઇના રોજ યોજાશે. જેમાં આ પહેલા 10 કે 12 જુલાઇના રોજ યોજાવાની હતી. આ બેઠક હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં યોજાવાની હતી, આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, હવે આ બેઠક જયપુરમાં યોજાય તેવી શક્યતા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બેઠકનું સ્થળે હજુ નક્કી થયું નથી. આ બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરશે.
આ દરમિયાન હિમાચલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે દાવો કર્યો હતો કે, આ સામાન્ય સભા 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાયો નાખશે. દેશમાં 1998 થી 2003 સુધી એનડીએની સરકાર હતી, ત્યારબાદ એનડીએને સત્તા પરથી હટાવવા માટે શિમલામાં કોંગ્રેસ ચિંતન શિબિર યોજવામાં આવી હતી. તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.

આ બેઠક પટનામાં છેલ્લી બેઠકમાં સામેલ થયેલા પક્ષોના નેતાઓની સંમતિથી થઈ રહી છે. જેમાં NCP, RJD, JD(U), JMM, શિવસેના (UTB), DMK, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી, NC, PDP, તૃણમૂલ સહિત અન્યની સંમતિ છે. આ સાથે એવી પણ માહિતી મળી રહી છે કે, આ બેઠકમાં વિપક્ષી એકતાની ભાવિ ફોર્મ્યુલા આકાર લેશે.
આ અગાઉ 23 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને પડકારવા માટે વિપક્ષી પક્ષો એક થવા પર અંતિમ સંમતિ સધાઈ હતી. હવે 14મી જુલાઈએ મળનારી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મહાગઠબંધન અને તેના રાષ્ટ્રીય સંયોજકના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે.
પટનાની બેઠકમાં જ મહાગઠબંધનના મહત્વના સહયોગીએ મહાગઠબંધન અને તેના સહયોગીના નામ અંગે સંકેત આપ્યો હતો. જો કોઈ વિપક્ષી પાર્ટીને આ અંગે કોઈ વાંધો ન હોય તો શિમલાની બેઠક બાદ તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે.
પટનાની બેઠકમાં સામેલ વિપક્ષી પક્ષોના મહત્વના સાથીઓએ સંકેત આપ્યો કે, વિપક્ષ શાસક એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની સામે પોતાના જોડાણનું નામ પીડીએ રાખી શકે છે.
આ પીડીએનું વિસ્તરણ પેટ્રિયોટિક ડેમોક્રેટિક એલાયન્સ હોઈ શકે છે. તેમાં દેશભક્તિના શબ્દો ઉમેરીને વિપક્ષો એવું બતાવવાનો પ્રયાસ કરી શકે છે કે, તેઓ ભાજપ કરતાં વધુ રાષ્ટ્રવાદી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
