Opinion Poll : પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર, જાણો એબીપી-સી વોટર સર્વેમાં કઈ પાર્ટીને કેટલી સીટ?
લોકસભા ચૂંટણીમાં બીજેપી પશ્ચિમ બંગાળમાં પગ જમાવવા કોશિશ કરી રહી છે. જો કે અહીં મમતા બેનર્જી તરફથી કાંટાની ટક્કર મળી રહી છે.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ હોવા છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની તમામ 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

બીજી તરફ ડાબેરી પક્ષો અને કોંગ્રેસે સત્તાવાર રીતે ગઠબંધનની જાહેરાત કરી નથી પરંતુ તેઓ મૌખિક રીતે એકબીજાને સમર્થન આપવાના સંકેત આપીને ઉમેદવારો ઉતારી રહ્યા છે. એવી બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું ટાળી રહ્યા છે જ્યાં કોઈ એક પક્ષ પહેલેથી જ ઉમેદવાર ઊભો કરી ચૂક્યો છે.
અહીં બીજેપીએ 42 બેઠકોમાંથી 39 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે અને બાકીની ત્રણ બેઠકો પર પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજ્યમાં સત્તારૂઢ ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જો કે, ઘણી બેઠકો પર ડાબેરી પક્ષો અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારો ત્રિકોણીય હરીફાઈની શક્યતાઓ ઊભી કરી શકે છે.
આ દરમિયાન, એબીપી ન્યૂઝ-સી વોટરે બંગાળના મતદારોના મૂડને સમજવાનો પ્રયાસ કર્યો છે. સર્વનો રિપોર્ટ ચોંકાવનારો છે. અહીં બીજેપી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 18 બેઠકોથી વધારે TMC જેટલી જ બેઠકો જીતી શકે છે.
એબીપી ન્યૂઝ-સી વોટર સર્વે અનુસાર, રાજ્યમાં સત્તારૂઢ ટીએમસીને 44 ટકા વોટ શેર મળી શકે છે. જ્યારે ભાજપને 42 ટકા, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને સમાન સંખ્યામાં 6-6 બેઠકો મળવાની સંભાવના છે. અન્ય પક્ષોના ઉમેદવારો અથવા અપક્ષ ઉમેદવારો બે ટકા વોટ શેર મેળવી શકે છે.
સીટોની વાત કરીએ તો, રાજ્યમાં 42માંથી ટીએમસી અને બીજેપી સમાન રીતે 20-20 સીટો જીતી શકે છે. કોંગ્રેસ 2018ની લોકસભા ચૂંટણીમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકે છે અને રાજ્યમાં 2 બેઠકો પર તેની પકડ જાળવી રાખી શકે છે. CPI(M)ને આ વખતે એક પણ સીટ મળવાની શક્યતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
