Operation Mahadev : ઓપરેશન મહાદેવમાં ઠાર થયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હોવાનો ખુલાસો
Operation Mahadev : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડને ભારતીય સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. 28 જુલાઈના રોજ શ્રીનગરના દાચીગામ જંગલમાં ઓપરેશન મહાદેવ દરમિયાન માર્યા ગયેલા આ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના નાગરિક હતા.
આ પુષ્ટિ પાકિસ્તાની વોટર આઈડી, બાયોમેટ્રિક ડેટા અને પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ જેવી વસ્તુઓથી થઈ છે. આ હુમલામાં કુલ 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો.

આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હતા અને 22 એપ્રિલે થયેલા હુમલા બાદથી છુપાયેલા હતા. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ હુમલામાં કોઈ સ્થાનિક કાશ્મીરીનો હાથ નહોતો.
28 જુલાઈના રોજ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન મહાદેવ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં દાચીગામ-હરવાન જંગલમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. આ એ જ આતંકવાદીઓ હતા જેમણે 22 એપ્રિલે બેસરન મેદાનમાં 26 લોકોની હત્યા કરી હતી.
અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે, પહેલીવાર આપણી પાસે એવા નક્કર દસ્તાવેજો છે જે પાકિસ્તાની સરકાર સાથે સીધા જોડાયેલા છે, જે પહેલગામના હુમલાખોરોની રાષ્ટ્રીયતા નિશ્ચિતપણે સાબિત કરે છે. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હતા.
- સુલેમાન શાહ ઉર્ફ ફૈઝલ જટ્ટ આતંકવાદીઓની A++ શ્રેણીમાં આવતો આતંકવાદી પહેલગામ હુમલાનો મુખ્ય શૂટર અને માસ્ટરમાઈન્ડ હતો. તેનું મૂળ નામ બિલાલ અફઝલ હતું અને તે લાહોરનો રહેવાસી હતો.
- અબુ હમઝા ઉર્ફ અફઘાન A-ગ્રેડ કમાન્ડર અને શૂટર તેનું મૂળ નામ હબીબ તાહિર હતું અને તે પાક-અધિકૃત કાશ્મીર (PoK)ના કોઇયન ગામનો રહેવાસી હતો. યાસિર ઉર્ફ જિબ્રાન A-ગ્રેડ કમાન્ડર અને જે ત્રીજો શૂટર હતો.
- સુલેમાન શાહ અને અબુ હમઝાની પાસેથી લાહોર અને ગુજરાંવાલાની મતદાર યાદી સાથે જોડાયેલા વોટર આઈડી કાર્ડ મળ્યા છે.
- એક તૂટેલા સેટેલાઇટ ફોનના માઇક્રો-SD કાર્ડમાંથી પાકિસ્તાનના નાદરા (NADRA) ડેટાબેઝના બાયોમેટ્રિક રેકોર્ડ્સ (આંગળીના નિશાન, ચહેરાના ફોટા અને પરિવારની માહિતી) મળ્યા, જે તેમની પાકિસ્તાની નાગરિકતા અને તેમના પાકિસ્તાની સરનામાની પુષ્ટિ કરે છે.
- આતંકવાદીઓની બેગમાંથી કેન્ડીલેન્ડ અને ચોકોમેક્સ જેવી ચોકલેટના રેપર્સ મળ્યા. આ ચોકલેટના લોટ નંબર મે 2024માં PoKના મુઝફ્ફરાબાદ મોકલવામાં આવેલી ચોકલેટની ખેપ સાથે મેળ ખાય છે.
- બેસરન હુમલા સ્થળેથી મળેલા 7.62x39 મીમીના કારતૂસ 28 જુલાઈએ જપ્ત કરાયેલી AK-103 રાઈફલો સાથે 100% મેચ થયા છે. આ ઉપરાંત હુમલાની જગ્યાએથી મળેલી શર્ટ પરના લોહીના DNA નમૂના ઠાર થયેલા આતંકવાદીઓ સાથે મેળ ખાય છે.
સુરક્ષા દળોએ જણાવ્યું કે આ આતંકવાદીઓ મે 2022માં ગુરેઝ સેક્ટરમાંથી નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા. તેમના સેટેલાઇટ ફોન (IMEI 86761204-XXXXXX) એ 22 એપ્રિલથી 25 જુલાઈ સુધી દરરોજ રાત્રે એક સેટેલાઇટ સાથે કનેક્ટ કર્યું, જેનાથી તેમનું લોકેશન હરવાન જંગલના 4 વર્ગ કિલોમીટરમાં નિશ્ચિત થયું.
ફોન પર મળેલા અવાજના નમૂના લશ્કરના દક્ષિણ કાશ્મીર પ્રમુખ સાજિદ સૈફુલ્લાહ જટ્ટના અવાજ સાથે મેળ ખાય છે, જે લાહોરનો રહેવાસી છે. 29 જુલાઈએ લશ્કરના રાવલકોટ પ્રમુખ રિઝવાન અનીસે ઠાર થયેલા આતંકવાદીઓના પરિવારજનોને મળ્યા અને ગાયબાના નમાઝ-એ-જનાઝા ગેરહાજર અંતિમ સંસ્કારની નમાઝનું આયોજન કર્યું હતું, જેનો વીડિયો પણ ભારતના પુરાવાઓનો ભાગ બનશે.
21 એપ્રિલના રોજ આતંકવાદીઓએ બેસરનથી 2 કિલોમીટર દૂર હિલ પાર્કમાં એક ઝૂંપડીમાં આશ્રય લીધો હતો. બે સ્થાનિક લોકો પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ જોથરે તેમને ભોજન અને આશ્રય આપ્યો હતો. બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે બપોરે 2:30 વાગ્યે આતંકવાદીઓએ હુમલો કર્યો અને દાચીગામ જંગલ તરફ ભાગી ગયા.
આ ઘટના બાદ 14 દિવસની સઘન શોધખોળ પછી 4 PARA અને 24 રાષ્ટ્રીય રાઈફલ્સની ટીમે 28 જુલાઈએ દાચીગામમાં તેમની છાવણી પર દરોડો પાડ્યો અને તેમને ઠાર માર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
