નરેન્દ્ર મોદી જ PM પદના ઉમેદવાર : કર્ણાટક ભાજપનો ઠરાવ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કર્ણાટક એકમે લોકસભા ચૂંટણી 2014 માટેના ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને ઊભા રાખવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના અધ્યક્ષ તરીકે મોદીની નિમણૂંક કરવા સંબંધે ભાજપના પ્રમુખ રાજનાથસિંહે પક્ષના ટોચના નેતાઓ સાથે શરૂ કરેલી વાતચીતના બીજા દિવસે ભાજપએ ઠરાવ પસાર કર્યો હતો.
નોંધનીય છે કે અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ પોતાના સંબંધિત રાજયોમાં મેળવેલી સિદ્ધિના સંદર્ભમાં મોદીની તુલનામાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને મુઠ્ઠી ઊંચેરા રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ગુજરાત તો વિકસીત અને સક્ષમ રાજય હતું જ પરંતુ શિવરાજસિંહે તો બિમાર રાજયને તંદુરસ્ત રાજયમાં પરિવર્તિત કર્યું છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બન્યું છે.
ભાજપે હવે પક્ષના નુકસાનનું સમારકામ શરૂ કર્યું હોવાની છાપ ઉપસે એવા પ્રયાસો થરૂ કર્યા છે. વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે વિપક્ષ ભાજપમાં આંતરવિગ્રહ હોવાનું કહી ભાજપનો ઉપહાસ કરવાનું શરૂ કરતાં ભાજપના પ્રમુખે વાત વાળી લેવાના પ્રયાસ રૂપે કહ્યું હતું કે અડવાણીના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે જયારે મોદી જ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
