હાથ મિલાવવાના બહાને બેંકના ખાતામાંથી કાઢી લેતા હતા પૈસા, રીત જાણીને પોલિસ પણ ચોંકી
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાથી એક એવા સમાચાર મળી રહ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.
દેવરિયાઃ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાથી એક એવા સમાચાર મળી રહ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં દેવરિયા પોલિસે એક ઠગ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે જે પોતાના હાથમમાં એમસિલ(M-SEAL)લગાવીને લોકો સાથે હાથ મિલાવતા હતા. તે અંગૂઠાને એ રીતે દબાવતા હતા કે તેની એમસિલ છાપ છપાઈ જતી. ત્યારબાદ એ છાપથી અંગૂઠાનુ ક્લોન બનાવીને પૈસા કાઢી લેતા હતા.

સાંભળવામાં થોડુ વિચિત્ર લાગે પરંતુ આ હકીકત છે. દેવરિયા પોલિસની માનીએ તો જે યુવકોની ધરપકડ કરવામાં આવી છે તે અભણ છે. આ ગેંગમાં બિહારનો પણ એક યુવક શામેલ છે. પોલિસના જણાવ્યા મુજબ સાઈબર ચીટિંગની આ એક નવી રીત છે. બાગપતના એસપી ડૉ. શ્રીપતિ મિશ્રએ પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરીને જણાવ્યુ કે ગેંગનો માસ્ટર માઈન્ડ સોનૂ યાદવ બિહારના ગોપલગંજ જિલ્લાના વૈકુંઠપુરના શંકરપુરનો રહેવાસી છે જ્યારે વિશાલ સાહની, પ્રદીપ સાહની અને અચ્છેલાલ દેવરિયાના રામપુર પોલિસ સ્ટેશનના કમધેનવા ગામના રહેવાસી છે.
માસ્ટરમાઈન્ડ સોનૂએ પોલિસ પૂછપરછમાં જણાવ્યુ કે તેને ચેન્નઈમાં વેલ્ડીંગ કામ કરવા દરમિયાન ત્યાં આસામના રહેવાસી એક યુવક પાસેથી ક્લોનિંગ ફ્રૉડ કરવાની રીત શીખી હતી. બાગપત પોલિસ અધિક્ષક ડૉ. શ્રીપતિ મિશ્રએ જણાવ્યુ કે આ ગેંગના સભ્ય માહિતી મેળવતા હતા કે કઈ વ્યક્તિના બેંક ખાતામાં વધુ પૈસા છે. પછી તેની સાથે દોસ્તી કરવાના બહાને પોતાના હાથમાં એમસિલ લગાવીને હાથ મિલાવતા હતા. તેમના હાથમાં એમસિલ લાગેલુ હોવાના કારણે સામેવાળાના હાથની છાપ ઠગોના હાથમાં આવી જતી.
પોલિસ કસ્ટડીમાં આવેલા ઠગોએ પૂછપરછમાં જણાવ્યુ કે તે અંગૂઠાના નિશાન લેનાર વ્યક્તિને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યોજનાઓના લાભ અપાવવાના નામે કે કોઈ અન્ય બહાને તેના આધાર કાર્ડનો નંબર પણ મેળવી લેતા. પછી આધાર ઈનેબલ બેંકિંગ એપના માધ્યથી આધાર કાર્ડ અને અંગૂઠાના ક્લોનથી એ વ્યક્તિના ખાતાના પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા. આ ગેંગે અત્યાર સુધી દેવરિયામાં લગભગ અડધા ડઝનથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલિસે ધરપકડ કરાયેલા ઠગો પાસેથી 17 અંગૂઠાના ક્લોન, 18 પેકેટ એમસિલ, 10 ડબ્બા ફેવીકોલ, 22 આધાર કાર્ડ, એક થંબ ઈન્પ્રેશન મશીન તેમજ 52 હજાર રૂપિયા જપ્ત કર્યા છે.
ગેંગના માસ્ટર માઈન્ડ સોનૂ યાદવે જણાવ્યુ કે તેણે સ્કૂલ જોઈ પણ નથી. થોડા વર્ષ પહેલા આસામમાં વેલ્ડીંગ કામ કરવા ગયો હતો. જ્યાં આસામના જ એક સ્થાનિક વ્યક્તિ સાથે છેતરપિંડીની આ નવી રીત શીખ્યો. ત્યાંથી પાછા દેવરિયા આવીને તેણે અભણ યુવકોની એક ગેંગ બનાવી અને છેતરપિંડી કરવા લાગ્યા. આ ગેંગના સભ્યો પોતાના ગામના લોકો તેમજ પરિચિતોને ખાસ કરીને ટાર્ગેટ બનાવતા કારણકે તેમની સાથે હાથ મિલાવવામાં સરળતા રહેતી.












Click it and Unblock the Notifications
