તહેવારની સિઝનમાં રડાવી રહ્યા છે ડુંગળી, ટામેટાના ભાવ, જાણો કિંમતોમાં ક્યારે થશે ઘટાડો
તહેવારની સિઝનમાં ડુંગળી અને ટામેટાના ભાવોમાં ઘણો વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ તહેવારની સિઝનમાં ડુંગળી અને ટામેટાના ભાવોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. રાજધાની દિલ્લીમાં ઘણા શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયાની આસપાસ થઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને ઘણા વિસ્તારોમાં થયેલા સતત ભારે વરસાદના કારણે પાક ખરાબ થઈ ગયો છે જેના કારણે શાકભાજીની કિંમતમાં વધારો થયો છે. સરકારી આંકડા, જે 100થી વધુ કેન્દ્રોમાંથી રિપોર્ટ કરવામાં આવેલ કિંમતોને સંકલિત કરીને જણાવે છે, તેમણે કહ્યુ છે કે દિલ્લી, મુંબઈ અને ચેન્નઈમાં ડુંગળીની કિંમત 50થી 65 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. જ્યારે દાળ અને મુખ્ય ખાદ્ય તેલોની સરેરાશ કિંમતો લગભગ એક મહિના પહેલાની જેમ થઈ ગઈ છે.

સરકારી રિપોર્ટ મુજબ રવિવારે ડુંગળીની સરેરાશ કિંમત એક મહિના એટલે કે સપ્ટેમ્બરની પહેલા 28 રૂપિયાની તુલનામાં 39 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. એક વર્ષ પહેલા સરેરાશ કિંમત 46 રૂપિયા પ્રતિ કિલો હતી. દિલ્લી, મુંબઈ અને ચેન્નઈ જેવા અમુક શહેરોમાં રવિવારે ડુંગળીની કિંમત 50-65 રૂપિયા કિલોગ્રામ હતી.
વળી, ટામેટાની કિંમતોની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 27 રૂપિયા પ્રતિ કિલો અને એક વર્ષ પહેલા 41 રૂપિયા પ્રતિ કિલો હતી. પરંતુ રવિવારે સરેરાશ ટામેટાની કિંમત 45થી 60 રૂપિયા સુધી છે. આંકડાથી જાણવા મળે છે કે કોલકત્તામાં ટામેટા 93 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.
સૂત્રોએ કહ્યુ કે દેશના અમુક ભાગોમાં હાલમાં જ થયેલા વરસાદના કારણે ટામેટાની કિંમતોમાં વધુ તેજી થઈ શકે છે. સરકારી આંકડા મુજબ ટામેટા અને ડુંગળીની કિંમતો ઘટવામાં થોડો સમય લાગી શકે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે, 'ડુંગળી, ટામેટા અને બટાકાની કિંમતો ગયા વર્ષની સરખામણીમાં સસ્તી હતી.'
સામાન્ય રીતે સપ્ટેમ્બર અને નવેમ્બર દરમિયાન સ્ટૉક ઘટવાથી ડુંગળીની કિંમતો વધી જાય છે. ડુંગળીનો નવો પાક નવેમ્બરના મીડથી શરૂ થાય છે. મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટૉક જાહેર થવાથી કિંમતોને સ્થિર કરવામાં આવી રહી છે. વળી, ટામેટા અને બટાકાની કિંમતોમાં પણ ઘટાડો કરવાની કોશિશ ચાલુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
