લોકસભામાં One Nation one election બિલ થયુ રજૂ, સમર્થનમાં 269 તો વિપક્ષમાં 198 વોટ
દેશમાં 'વન નેશન, વન ઇલેક્શન' પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મંગળવારે 17 ડિસેમ્બરે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન લાલ મેઘવાલે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' માટે લોકસભામાં 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જે બાદ કાયદા મંત્રી મેઘવાલે પણ ગૃહમાં બિલને બદલવાની મંજૂરી માંગી હતી, જેના પર વોઇસ વોટ બાદ વિભાજન કરવામાં આવ્યું હતું. બિલ પર ઈ-વોટિંગમાં 269 સાંસદોએ બિલની તરફેણમાં જ્યારે 198 સભ્યોએ બિલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું. જોકે, ઈ-વોટિંગ પર વિપક્ષના વાંધાને લઈને સ્લિપથી મતદાન થયું હતું.
સ્લિપ વોટિંગ પછી સ્પીકર ઓમ બિરલાએ સ્લિપ વોટિંગના પરિણામો જાહેર કર્યા. સ્પીકરે કહ્યું કે પ્રસ્તાવના પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યા. બહુમતી દરખાસ્તની તરફેણમાં છે.

કાર્યવાહી કરવામાં આવી સ્થગિત
આ પછી કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગૃહમાં બિલ રજૂ કર્યું. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે પ્રસ્તાવ મૂક્યો કે બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવે. આ પછી લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ બંધારણ વિરોધી બિલ: પ્રિયંકા ગાંધી
વન નેશન વન ઈલેક્શન બિલ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, "આ એક બંધારણ વિરોધી બિલ છે. તે આપણા દેશના સંઘવાદની વિરુદ્ધ છે. અમે આ બિલનો વિરોધ કરી રહ્યા છીએ." કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, "સારું છે કે બિલ જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું. અમે પણ આ જ માંગ કરી રહ્યા હતા. જેપીસીમાં બિલ પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. બિલમાં ઘણી ખામીઓ છે."
જેપીસીમાં મોકલવામાં આવ્યુ બિલ
'વન નેશન, વન ઈલેક્શન' બિલના મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, "શાસક પક્ષને આમાં બહુમતી મળી છે. બિલ જેપીસીમાં જશે અને તેનો અભ્યાસ કરવામાં આવશે. પછી ફરીથી આ બિલ સંસદમાં આવશે. સંસદમાં ચર્ચા થશે અને પછી આ બિલ પસાર થઈ શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
