એક વાર ફરીથી કોંગ્રેસ માટે વિપક્ષનું પદ મેળવવુ થયુ મુશ્કેલ

કોંગ્રેસને એક વાર ફરીથી વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે કમસે કમ 55 સીટોની જરૂર હોય છે. ગઈ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 સીટો પર જીત મેળવી શકી હતી. કંઈક આવી જ સ્થિતિ એક વાર ફરીથી આ વખતની લોકસભા ચૂંટણીમાં થઈ છે. રૂઝાનો અનુસાર કોંગ્રેસ માત્ર 52 સીટો પર જીત મેળવતી જોવા મળી રહી છે. એવામાં કોંગ્રેસને એક વાર ફરીથી વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રૂઝાનો અનુસાર આ વખતની ચૂંટણીમાં ભાજપ એકલા પોતાના દમ પર 300નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે જ્યારે એનડીએ 350ના આંકડા સુધી પહોંચતી જોવા મળી રહી છે.

rahul gandhi

તમને જણાવી દઈએ કે રૂઝાન અનુસાર ભારતીય જનતા પાર્ટી એકલા પોતાના દમ પર 300નો આંકડો પાર કરતી દેખાઈ રહી છે. વળી, એનડીએ 348 સીટો પર આગળ ચાલી રહી છે. એવામાં પરિણામોથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં શામેલ થયેલા શત્રુઘ્ન સિન્હા પાછળ ચાલી રહ્યા છે. શત્રુઘ્ન સિન્હા સામે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ મેદાનમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X